૩ માસથી વધુ મેન્ટેનન્સ બાકી હોય તે સભ્ય સોસાયટીમાં ડિફોલ્ટર ગણાશે: સુપ્રીમ કોર્ટ

Supreme Court Judgement: સોસાયટી રાજીનામું અધિનિયમ હેઠળ જે ચેરિટી કમિશનર ઓક્સિ સમક્ષ રજિસ્ટર થયેલી છે. જેમાં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૫ હેઠળ જે વ્યક્તિ ચેરિટી કમિશનર ઓફ્સિ હેઠળ નોંધાવયેલ સોસાયટીના સભ્યો છે.

૩ માસથી વધુ મેન્ટેનન્સ બાકી હોય તે સભ્ય સોસાયટીમાં ડિફોલ્ટર ગણાશે: સુપ્રીમ કોર્ટ

Society Maintenance Charges: આજે ગુજરાતમાં એક ચૂકાદાની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે.  બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ તથા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ રજિસ્ટર થયેલા ટ્રસ્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે, જે સભ્યોના લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મિટિંગમાં કે પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે નહીં. આ ચૂકાદા બાદ આજે સૌથી વધારે ચર્ચા આ બાબતની થઈ રહી છે. જોકે, ગુજરાતમાં સોસાયટીઓ સહકારી મંડળીઓ અધિનિયમ -૧૯૬૧ એક્ટ હેઠળ નોંધાયેલી છે. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સોસાયટીઓને જ લાગુ થશે. 

મુંબઈના નાગપુરમાં શિક્ષણ પ્રસારક મંડળ ૧૯૪૯થી સખાવતી સોસાયટી તરીકે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ છે. પાછળથી સોસાયટીને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ચુકાદો એવી સોસાયટી પર છે જે કો- ઓપ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે.

સોસાયટી રાજીનામું અધિનિયમ હેઠળ જે ચેરિટી કમિશનર ઓક્સિ સમક્ષ રજિસ્ટર થયેલી છે. જેમાં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૫ હેઠળ જે વ્યક્તિ ચેરિટી કમિશનર ઓફ્સિ હેઠળ નોંધાવયેલ સોસાયટીના સભ્યો છે. જો તેમણે ફી ન ભરી હોય તો તેઓ ચૂંટણી ફોર્મ ભરી શકતા નથી. જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ સોસાયટી હેઠળ હોવી જોઈએ. એક્ઝિક્યુટિવ બોડી અથવા પેટા-નિયમો હેઠળ સક્ષમ અન્ય કોઈપણ બોડી તેમનો મામલો ઉઠાવી શકે છે. 

તેમને કારણ બતાવો નોટિસ આપી શકે છે. તેમની જવાબદારીઓ પૂરી કરીને તેમનું, સભ્યપદ બચાવવાની તક આપી શકે છે. જે તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેમનું સભ્યપદ સમાપ્ત કરાશે. જ્યારે તેમ છતાં, તેઓ તેમની જવાબદારીઓ પૂરી નહી કરે ત્યારે તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હોવાનું જાહેર કરાશે. કાયદાકિય નિષ્ણાતે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ સોસાયટી રજિસ્ટર્ડ છે તેને લાગુ પડશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news