હવે કેનેડા જશો તો ભેરવાશો! કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોની હાલત વધુ કફોડી બનશે

Canada Housing Crises : કેનેડામાં ભારતીય લોકોની હાલત વધુ કફોડી બનશે... પ્રોપર્ટી મામલે કેનેડા સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો 

હવે કેનેડા જશો તો ભેરવાશો! કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોની હાલત વધુ કફોડી બનશે

Canada Student Visa : કેનેડા એટલે ગુજરાતી વિદ્યાર્થીઓને ભણવા માટેનુઁ ફેવરિટ ડેસ્ટિનેશન, કેનેડા દેશ ગુજરાતીઓને માફક આવી ગયો છે. આ દેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. પહેલા અભ્યાસ અને બાદમાં સેટલ્ટ થવાના ઈરાદાથી ગુજરાતીઓ ત્યાં વસવાટ કરે છે. જેને કારણે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો ક્રેઝ વધી ગયો છે. પરંતુ કેનેડા સેટલ્ડ થયેલા ભારતીયોને હવે ત્યાં ઘર લેવુ મુશ્કેલ બની રહેશે. કેનેડામાં ઘર લેવાનું સપના જોનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડિયન હાઉસિંગની વિદેશી માલિકી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવ્યો છે. ટ્રુડો સરકારે વર્ષ 2023માં જ વિદેશીઓ પર પ્રોપર્ટી ખરીદવા અંગે પ્રતિબંધ મૂક્યો હતો. એટલે કે હવે બહારથી આવેલા લોકો કેનેડામાં ઘર નહિ ખરીદી શકે. 

કેનેડા દેશ પહેલેથી જ હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યો છે. ઘરની વધતી જતી ડિમાન્ડ અને કિંમતો કારણે કેનેડા સરકાર વિઝા પર કાપ મૂકી ચૂકી છે. કારણ કે, કેનેડાની હાઉસિંગ ક્રાઈસિસ છુપી નથી. જે નવા લોકો કેનેડામાં જઈ રહ્યા છે તેઓને હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમવુ પડી રહ્યું છે.  કેનેડાએ રવિવારે કેનેડિયન હાઉસિંગની વિદેશી માલિકી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવ્યો છે. હજી બે વર્ષ બહારના લોકો કેનેડામાં ઘર નહિ ખરીદી શકે. એટલે કે તેઓને હજી પણ ભાડાના મકાનમાં રહેવુ પડશે. આ નિર્ણય વિશે કેનેડા સરકારે જણાવ્યું કે તેમનો હેતુ કેનેડિયનોની ચિંતાઓને દૂર કરવાનો છે. કેનેડામાં બહારથી આવેલા લોકો દ્વારા સતત રોકાણ વધી રહ્યો છે, આ કારણે પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. આ કારણે સ્થાનિક કેનેડિયનો પ્રોપર્ટી ખરીદી શક્તા નથી. એક તરફથી બહારથી કેનેડામાં આવતી વસ્તી વધી રહી છે. તો બીજી તરફ મોઁઘવારીને કારણે નવા મકાનો બની નથી રહ્યાં છે. તેથી કેનેડાની હાઉસિંગ ક્રાઈસિસ દૂર કરવાનો આ સમય છે. 

ઘર નહિ મળે તો ભાડા વધી જશે 
કેનેડામાં ડોલરમાં ખર્ચા કરવા પડે છે. આવામાં જો ઓછા ભાવમાં ઘર ન મળે તો સ્ટુડન્ટ વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી બનશે. પહેલાથી જ તેઓ એજ્યુકેશનનો માતબર ખર્ચો ઉઠાવે છે, તો કેટલાક એજ્યુકેશન લોનથી કેનેડા પહોંચી રહ્યાં છે. આવામાં જો ઘરના ભાવ ઉંચા વસૂલાત તો તેમના ખર્ચા વધી શકે છે.    

કેનેડામાં મકાનની અછત 
કેનેડાના આંકડા અનુસાર, સરકારી આંકડા મુજબ, સમગ્ર કેનેડામાં ઓછામાં ઓછા 3,45,000 મકાનોની અછત છે. પરિણામે ભાડા પણ આસમાને છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓને ભાડાના મકાન નથી મળી રહ્યાં. શેરિંગ રૂમ પણ હાઉસફુલ જેવા છે. ઓન્ટારિયોમાં તેઓ રહેણાંક વિસ્તારોમાં પોતાની બેગ ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યા છે અને અજાણ્યા લોકો પાસેથી ભાડા પર જગ્યા માંગી રહ્યા છે. જો આ સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઘરના અભાવે મોટલમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યાં તોતિંગ ભાડું ચૂકવી રહ્યાં છે. 

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને માત્ર ઘરની જ સમસ્યા નથી, તેઓને નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યાં છે. પાર્ટટાઈમ નોકરીઓ મળી નથી રહી. વિદ્યાર્થીઓ નાની નોકરીઓ માટે આમતેમ ભટકી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે, પ્લેસમેન્ટ એજન્સી છાત્રોને નોકરી માટે હાયર કરતી નથી.  વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, જો કેનેડામાં રહેવા અને નોકરીની સમસ્યા છે તો શા માટે કેનેડા સરકાર આટલી મોટી સંખ્યામાં વિઝા આપી રહી છે. એક તરફ અમારો ખર્ચો લાખોમાં થઈ રહ્યો છે, તેની સામે અમારા આવકના કોઈ સ્ત્રોત નથી. તો કરવાનું શું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news