ઘરઘાટી રાખતા સુરતીઓ સાવધાન, પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરી માથાભારે દંપતીને ઝડપ્યું!
પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે.
સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરી કરનાર આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલ ગાવ ખાતે રહે છે. બાતમીના આધારે પોલીસને એક ટીમ બિહાર ગઈ હતી. જ્યાં તપાસ કરતા આરોપીઓ પહાડ ઉપર રહેતા હોય અને પોલીસ તરીકે તપાસ કરે તો આરોપીઓ પહાડી પાછળથી ભાગી જવાની સંભાવના હતી.
જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી.
ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છેખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી.
ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે