Upcoming IPOs: બમ્પર કમાણીની તક! આગામી સપ્તાહે ખુલશે બે આઈપીઓ, 65% GMP પર ટ્રેડ થઈ રહ્યાં છે શેર

શેર માર્કેટમાં આ દિવસોમાં તેજી છવાયેલી છે. હાલમાં ઘણા આઈપીઓ બમ્પર પ્રીમિયમની સાથે લિસ્ટ થયા. તેમાં રોકાણકારોનો ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. આગામી સપ્તાહે બે આઈપીઓ શેર માર્કેટમાં આવી રહ્યાં છે. 
 

Upcoming IPOs: બમ્પર કમાણીની તક! આગામી સપ્તાહે ખુલશે બે આઈપીઓ,  65% GMP પર ટ્રેડ થઈ રહ્યાં છે શેર

નવી દિલ્હીઃ આઈડિયાફોર્જ ટેક્નોલોજી (ideaForge Technologies),સાએન્ટ ડીએલએમ (Cyient DLM)અને સેનલો ગોલ્ડ (Senco Gold)ના શેર બજારમાં શાનદાર લિસ્ટિંગ બાદ ઈન્વેસ્ટરોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી સપ્તાહે બે કંપનીઓ નેટવેબ ટેક્નોલોજીસ (Netweb Technologies)અને અશર્ફી હોસ્પિટલ (Asarfi Hospital)નો આઈપીઓ શેર માર્કેટમાં આવવાનો છે. આ બંને આઈપીઓ સોમવારે ખુલશે અને તેની કુલ સાઇઝ આશરે 658 કરોડ રૂપિયાની છે. નેટવેબ ટેક્નોલોજીસની ઈશ્યૂ સાઇઝ 631 કરોડ રૂપિયાની છે, જ્યારે અશર્ફી હોસ્પિટલનો આઈપીઓ 26.94 કરોડ રૂપિયાનો છે. ગ્રે માર્કેટમાં બંને કંપનીઓના શેર પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આવો જાણીએ વિગત...

નેટવેબ ટેક્નોલોજીસ
નેટવેબ ટેક્નોલોજીનો આઈપીઓ 17 જુલાઈએ ખુલશે અને તેમાં 19 જુલાઈ સુધી બોલી લગાવી શકાય છે. હાઈ-એન્ડ કમ્પ્યૂટિંગ સોલ્યૂશન પ્રોવાઇડ કરનારી આ કંપનીએ તે માટે પ્રાઇઝ બેન્ડ 475-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેનું અલોટમેન્ટ 24 જુલાઈએ થવાની સંભાવના છે. બીએસઈ અને એનએસઈ પર તેનું લિસ્ટિંગ 27 જુલાઈએ થવાની સંભાવના છે. માર્કેટના જાણકારો પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 338 રૂપિયાના પ્રીમિયમની સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જે તેના ઈશ્યૂ પ્રાઇઝથી 65 ટકા વધુ છે. એટલે કે ગ્રે માર્કેટ ટેના 838 રૂપિયા પર લિસ્ટ થવાની આશા કરી રહ્યું છે. ઈશ્યૂ ખુલતા પહેલા કંપનીએ એન્કર ઈન્વેસ્ટરોથી 189.01 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. આ ઈશ્યૂના 50 ટકા ક્યૂઆઈબી માટે, 15 ટકા હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુલ માટે અને 35 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે છે. 

કંપની દ્વારા આઈપીઓના માધ્યમથી 631 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં 206 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવાનું સામેલ છે. આ સિવાય પ્રમોટરો દ્વારા 425 રૂપિયા પ્રતિ શેરની ઓફર ફોર સેલ પણ સામેલ છે. 

અશર્ફી હોસ્પિટલ
આ એસએમઈ ઈશ્યૂ 17 જુલાઈએ ખુલશે અને 19 જુલાઈ સુધી બોલી લગાવી શકાય છે. ઝારખંડના ધનબાદમાં 250 બેડની હોસ્પિટલ ચલાવનારી આ કંપનીએ પોતાના ઈશ્યૂ માટે પ્રાઇઝ બેન્ડ 51-52 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેના શેરનું એલોટમેન્ટ 24 જુલાઈએ થઈ શકે છે, જ્યારે લિસ્ટિંગ 27 જુલાઈએ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં તેના શેર 12 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે ગ્રે માર્કેટ તેના 62 રૂપિયા પર લિસ્ટ થવાની આશા કરી રહ્યું છે, જે ઈશ્યૂ પ્રાઇઝથી 23 ટકા વધુ છે. ઈશ્યૂ માટે લોટ સાઇઝ 2000 શેરનો છે અને રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 104,000 રૂપિયાની બોલી લગાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news