9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ

સમગ્ર જામનગર જિલ્લામાં 3.5 થી લઈને 9.5 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો છે. જામનગર જળબંબાકાર થતા નદી નાળા જળાશયો છલકાયા છે

9.5 ઈંચ વરસાદથી જામનગર જળબંબાકાર, આખી રાત રેસ્ક્યૂ માટે દોડતી રહી ફાયરની ટીમ

મુસ્તાક દલ/જામનગર :રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ થતાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ વરસાદ 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર જામનગર જિલ્લામાં 3.5 થી લઈને 9.5 ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ તૂટી પડ્યો છે. જામનગર જળબંબાકાર થતા નદી નાળા જળાશયો છલકાયા છે. આખી રાત ફાયરની ટીમ રેસ્ક્યુ માટે દોડતી રહી હતી. જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી લોકોને બચાવવામાં આવ્યા હતા.
 
ગુરુદ્વારા ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી પાણીમાં ફસાયેલા પાંચ લોકોને બોટ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા. તો લીમડા લાઈન વિસ્તારમાં ઘરમાં પાણીમાં ફસાયેલ પાંચ વ્યક્તિઓને લાઈફ જેકેટ વડે રેસ્ક્યુ કરાયા હતા. ભીમવાસ પાસેથી કેનાલમાંથી તણાઈ ગયેલા યુવાનને ફાયર દ્વારા બહાર કઢાયો હતો. તો ખોજા નાકા પાસેથી ટીટોડીવાડીમાં પાણીમાં ફસાયેલ 6 વ્યક્તિના પરિવારને ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. 

નર્મદાથી પળેપળના અપડેટ : ભરૂચમાં ઝૂપડપટ્ટી પાણીમાં ગરકાવ, 2500થી વધુનું સ્થળાંતર કરાયું  

જામનગર જિલ્લાના વરસાદના આંકડા પર નજર કરીએ તો, જામજોધપુરમાં સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો જામનગર શહેરમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકામાં પણ અનરાધાર 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. ધ્રોલ જોડિયામાં 3.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 

વરસાદ વચ્ચે આવ્યા ભૂકંપના આંચકા 
જામનગર ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે ભૂકંપના વધુ બે આંચકા નોંધાયા હતા. 1.5 અને 2.2 ની તીવ્રતાના ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. રાત્રે 8:01 અને મોડી રાત્રે 12:15 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ અનુક્રમે જામનગર થી 31 km અને લાલપુર થી 21 km દૂર હતું. જામનગરમાં કાલાવડના ખાનકોટડા, બાંગા, બેરાજા, સરાપાદર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા હતા. 

ગુજરાતમાં વરસાદના અન્ય અપડેટ્સ... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news