આજે રિયા અને સુશાંતની બહેનનો થઈ શકે છે આમનો સામનો...CBI કરશે પૂછપરછ

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) માં સીબીઆઈ આજે રિયા ચક્રવર્તીની ચોથીવાર પૂછપરછ કરશે. આ સાથે જ સીબીઆઈ (CBI)ની ટીમ આજે સુશાંત સિંહની બહેન મીતૂ સિંહ (Meetu Singh)ની પણ પૂછપરછ કરશે. આ માટે સીબીઆઈએ મીતૂ સિંહને સમન મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે મીતૂ સિંહ અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને આમને સામને બેસાડીને પૂછપરછ થઈ શકે છે. આ કેસ સંબંધિત કેટલાક વધુ લોકોને પણ સવાલ પૂછાઈ શકે છે. 
આજે રિયા અને સુશાંતની બહેનનો થઈ શકે છે આમનો સામનો...CBI કરશે પૂછપરછ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) માં સીબીઆઈ આજે રિયા ચક્રવર્તીની ચોથીવાર પૂછપરછ કરશે. આ સાથે જ સીબીઆઈ (CBI)ની ટીમ આજે સુશાંત સિંહની બહેન મીતૂ સિંહ (Meetu Singh)ની પણ પૂછપરછ કરશે. આ માટે સીબીઆઈએ મીતૂ સિંહને સમન મોકલ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આજે મીતૂ સિંહ અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને આમને સામને બેસાડીને પૂછપરછ થઈ શકે છે. આ કેસ સંબંધિત કેટલાક વધુ લોકોને પણ સવાલ પૂછાઈ શકે છે. 

રવિવારે 9 કલાક કરાઈ પૂછપરછ
સુશાંત સિંહ મોત કેસમાં રવિવારે સીબીઆઈની ટીમે રિયા ચક્રવર્તીની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં 9 કલાક જેટલી પૂછપરછ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ દરમિયાન રિયાને 1 જૂન 2020થી લઈને 14 જૂન 2020 દરમિયાન ઘટેલા ઘટનાક્રમ પર પૂછપરછ કરાઈ. 8 જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહનો ફ્લેટ છોડ્યો હતો અને સુશાંતનો મોબાઈલ નંબર પણ બ્લોક કર્યો હતો. આ અગાઉ સીબીઆઈએ શુક્રવારે રિયાની 10 કલાક પૂછપરછ કરી હતી. જ્યારે શનિવારે સતત 7 કલાક પૂછપરછ કરી હતી. આમ સીબીઆઈએ રિયાની અત્યાર સુધીમાં કુલ 26 કલાક જેટલી લાંબી પૂછપરછ કરી છે. 

ડ્રગ્સ એંગલ ઉપર પણ કરાયા સવાલ
સૂત્રોનું માનીએ તો રવિવારે રિયા ચક્રવર્તીને સીબીઆઈએ ડ્રગ્સ એંગલ ઉપર પણ સવાલ પૂછ્યા હતાં. સિદ્ધાર્થ પિઠાનીના નિવેદનમાં એ વાતનો ખુલાસો થયો હતો કે સુશાંત સિંહના ઘરમાં મારિઝૂઆના સહિત અલગ અલગ પ્રકારના ડ્રગ્સ મંગાવવામાં આવતા હતાં. જાણકારી મુજબ રિયા 5 લોકોની મદદ લેતી હતી. રિયાની ડ્રગવાળી વોટ્સએપ ચેટમાં જે ગૌરવ આર્યનું નામ સામે આવ્યું હતું તે ગૌરવ પહેલીવાર રવિવારે મીડિયા સામે આવ્યો. મુંબઈ આવવા માટે જ્યારે ગૌરવ ગોવા એરપોર્ટ પહોંચ્યો તો ત્યાં મીડિયા સામે તેણે દાવો કર્યો કે સુશાંતને તે ક્યારેય મળ્યો નથી. જો કે રિયા સાથે તેની મુલાકાત 2017માં થઈ હતી. 

ગૌરવ આર્યની આજે ED સમક્ષ પેશી
રિયા અને ગૌરવ આર્યની વોટ્સએપ ચેટમાં ડ્રગ્સનો ઉલ્લેખ થયો હતો. આ કડીમાં ગૌરવ આર્યને પૂછપરછ માટે તલબ કરાયો છે. ગૌરવ આર્ય પણ લગભગ 11 વાગે ઈડી ઓફિસ પહોંચશે. ગૌરવની ફાઈનાન્શિયલ એઁગલ અને ડ્રગ્સ એંગલ પર પૂછપરછ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news