કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ, દ્વારકા હાઇવે પર લાગી લાંબી લાઇનો
હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચ થી વધુ વરસાદ નોંધાતા હાઇવેના ચાલતા કામને લઈને કરવામાં આવેલા ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો.
Trending Photos
દિનેશ વિઠલાણી ,દ્વારકા: દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના કલ્યાણપુર (Kalyanpur) તાલુકાના લીમડી ગામે ખંભાળીયા દ્વારકા હાઇવે બંધ થયો હોવાથી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ કલ્યાણપુર તાલુકામાં 8 ઈંચ થી વધુ વરસાદ નોંધાતા હાઇવેના ચાલતા કામને લઈને કરવામાં આવેલા ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો હતો.
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ ગઈકાલે સાંજ થી જ ભારે વરસાદ વરસ્યો હતો અને કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કલ્યાણપુર તાલુકાના લીમડી (Limbdi) ગામે આવેલ હાઇવેના ચાલતા કામ પર ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને જેને લીધે રસ્તો બંધ થયો હતો.
ખંભાળીયા દ્વારકા તરફ ફોર લેનના ચાલતા કામ ને કારણે પુલ પર ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જેથી ડાઈવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને બને સાઈડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે ભારે વરસાદને લઈને જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત છે. જ્યારે લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે