Heavey Rain: હવામાન વિભાગે કરી વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે કૃપા

અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં તબદીલ થાય તેવી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે.

Heavey Rain: હવામાન વિભાગે કરી વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે કૃપા

રાજેન્દ્ર ઠાકર, ભૂજ: અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલા હવાનું હળવું દબાણ વધુ સક્રિય બની વાવાઝોડા શાહીનમાં તબદીલ થાય તેવી હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આગાહીના પગલે કચ્છ (Kutch) જિલ્લામાં મેઘમહેર જામી છે. કચ્છ (Kutch) ના દસેય તાલુકામાં અડધાથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત હવામાન વિભાગે (Meteorological Department) વધુ 2 દિવસની ભારેથી અતિભારે વરસાદ (Rain) ની આગાહી પણ કરી છે.

તાલુકા પ્રમાણે ક્યાં કેટલો વરસાદ (Rain) નોંધાયોની વાત કરવામાં આવે તો અંજાર તાલુકામાં સવા 3 ઇંચ, અબડાસામાં પોણા 2 ઇંચ, ગાંધીધામ (Gandhidham) માં દોઢ ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, ભચાઉમાં પોણા 2 ઇંચ, ભુજમાં 2.5 ઇંચ, મુન્દ્રામાં 3 ઇંચ, માંડવીમાં 1.5 ઇંચ, રાપરમાં 1.5 ઇંચ અને લખપત તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. ભારે પવન અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસતા શહેરમાં ઠેક ઠેકાણે રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં તો ડેમ તળાવોમાં નવા નીર પણ આવ્યા છે.

ચાલુ વર્ષે કચ્છ માં 104% વરસાદ (Rain) નોંધાયો છે. તો દસ તાલુકામાંથી 4 તાલુકા ભુજ, અંજાર, ગાંધીધામ અને નખત્રાણામાં 100 ટકા થી વધારે વરસાદ આ સીઝનમાં નોંધાયો છે.તો અન્ય તાલુકાઓમાં પણ 65 ટકાથી 95 ટકા વરસાદ ચાલુ સીઝનમાં નોંધાયો છે.

કચ્છ (Kutch) ના નાની સિંચાઇના 9 ડેમો ઓવરફ્લો થયા છે, જેમાં ભુજ તાલુકાના જામ કુનરિયા અને ધુનારાજા, લખપત તાલુકાનો દેદરાણી, અબડાસા તાલુકાના કડોલી, કાલરવાંઢ, મંજલ રેલડીયા, સનોસરા, ખરૂઆ, ભચાઉ તાલુકાના અમરાપર 1 ડેમ છલકાયો છે. ડેમોમાં 5.56 ટકા પાણીની આવક થઈ છે.

તો મધ્યમ સિંચાઇના 20 ડેમો છે જેમાં હાલમાં 30.49 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાપર તાલુકાના ફતેહગઢ માં 92.20 ટકા, અબડાસા તાલુકાના કનકાવતીમાં 65.71 ટકા, બેરાચિયામાં 51.30 ટકા, માંડવી તાલુકાના ડોણ 58.77 ટકા અને અંજાર તાલુકાના ટપ્પર માં 50.47 ટકા પાણી છે. ઉપરાંત મુન્દ્રા તાલુકાનો કારા ઘોઘા ડેમ પણ છલકાઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news