1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ

સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. 
1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ

ચેતન પટેલ/સુરત :સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. 

વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવાનું રહેશે
પરંતુ જે માર્કેટ ખોલવામાં આવી છે તેને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. માર્કેટના સંચાલકોએ કોવિડ - 19ના નિયમોનું ચુસ્ત પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક સહિત વારંવાર હાથ સેનેટાઈઝ કરવા જેવા નિયમોનું પાલન કરવું પડશે તેમજ ગ્રાહકો પાસેથી પણ કરાવવું પડશે. 1 જૂનથી આ તમામ માર્કેટ શરૂ થઈ જશે. 

ટેક્સટાઈલના વેપારીને 20 હજારનો દંડ ફટકારાયો 

તો બીજી તરફ, સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી માર્કેટના વેપારીને પાલિકાએ 20 હજારનો દંડ ફટકાર્યો છે. હોમ ક્વોરેન્ટાઇનના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રાજુસિંહ રાજપૂત નામના વેપારી અભિનંદન એસી ટેક્સટાઈલ માર્કેટમાં વેપારી દુકાન ધરાવે છે. ત્યારે રાજુસિંહે હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો હતો. તેથી તેઓને રૂપિયા 20 હજારનો દંડ ફટકારીને તેમની બે દુકાનોને સીલ કરાઈ છે. આ વેપારી રાજસ્થાનના પાલીથી સુરત આવતા તેઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news