PM મોદીનો જનતાને નામે પત્ર, કહ્યુ- 1 વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન

પ્રધાનમંત્રી તરીકે પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરી કરવાના અવસર પર નરેન્દ્ર મોદીએ જનતાના નામે પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, જો સામાન્ય સ્થિતિ હોત તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શનનું સૌભાગ્ય મળત, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે જે પરિસ્થિતિઓ બની છે તે પરિસ્થિતિઓમાં હું આ પત્ર દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 
 

PM  મોદીનો જનતાને નામે પત્ર, કહ્યુ- 1 વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે શનિવારે પૂરુ થઈ રહ્યુ છે. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાના નામે પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા 1 વર્ષની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો, સાથે તે પણ કહ્યું કે, એક વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન છે. 

પ્રધાનમંત્રી મોદીએ પત્રમા લખ્યુ કે, આજથી એક વર્ષ પહેલાં ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય જોડાયો હતો. દેશમાં દાયકાઓ બાદ પૂર્ણ બહુમતની કોઈ સરકારને સતત બીજીવાર જનતાએ જવાબદારી સોંપી હતી. આ અધ્યાયને રચવામાં તમારી ખુબ મોટી ભૂમિકા રહી છે. તેવામાં આજનો આ દિવસ મારા માટે, અવસર છે તમને નમન કરવાનો, બારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો.

તેમણે લખ્યું કે, જો સામાન્ય સ્થિતિ હોત તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શનનું સૌભાગ્ય મળત, પરંતુ વૈશ્વિક મહામારીને કારણે જે પરિસ્થિતિઓ બની છે, હું આ પત્ર દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. 

2014ની સિદ્ધિઓનો ઉલ્લેખ
પ્રધાનમંત્રી મોદીએ લખ્યુ કે, 2014માં દેશની જનતાએ દેશમાં એક મોટા પરિવર્તન માટે મત આવ્યો હતો, દેશની નીતિ અને રીતિ બદલવા માટે મત આપ્યો હતો. તે પાંચ વર્ષમાં દેશમાં વ્યવસ્થાને જોડવી અને ભ્રષ્ટાચારની નદીમાંથી નિકળતો જોયો છે. દેશે અંત્યોદયની ભાવનાની સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે ગવર્નેંસને પરિવર્તિત થતી જોઈ છે. 

પાછલા કાર્યકાળની સિદ્ધિઓ વિશે વાત કરતા પીએમ મોદીએ લખ્યુ, અમે ગરીબોના બેન્ક ખાતા ખોલી, તેમને ફ્રી ગેશ કનેક્શન આપી, ફ્રી વીજળી કનેક્શન આપી, શૌચાલય બનાવી અને ઘર બનાવી ગરીબોની ગરીમા વધારી છે. 

તેમણે આગળ લખ્યુ- તે કાર્યકાળમાં જ્યાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એર સ્ટ્રાઇક થઈ, તો અમે વન રેંક વન પેન્શન, વન નેશન વન ટેક્સ, જીએસટી, ખેડૂતોની વર્ષો જૂની  MSPની માગને પણ પૂરી કરવાનું કામ કર્યું છે. પ્રથમ કાર્યકાળ અનેક જરૂરીયાતની પૂર્તી માટે સમર્પિત રહ્યો હતો. 

નિર્ણયો મોટા સપનાની ઉડાનઃ પ્રધાનમંત્રી
પ્રથમ કાર્યકાળ બાદ પાછલા વર્ષે પ્રધાનમંત્રી તરીકે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરનાર પીએમ મોદીએ લખ્યુ કે, 2019માં તમારા આશીર્વાદ, જનતાના આશીર્વાદ, દેશના મોટા સપનાઓ માટે હતા, આશાઓ-આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે હતા. એક વર્ષમાં લેવાયેલા નિર્ણય આ મોટા સપનાની ઉડાન છે. તેમણે આગળ લખ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ,આ મંત્રને લઈને આજે દેશ સામાજીક હોય કે આર્થિક, વૈશ્વિક હોય કે આંતરિક, દરેક દિશામાં આગળ વધી રહ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા લખ્યુ, છેલ્લા એક વર્ષમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય વધુ ચર્ચામાં રહ્યા અને આ કારણે તે સિદ્ધિઓની સ્મૃતિમાં રહેવું પણ સ્વાભાવિક છે. અનુચ્છેદ 370, રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલ્લાક હોયકે નાગરિકતા સંશોધન કાયદો, આ તમામ સિદ્ધિઓ બધાને યાદ છે. 

તેમણે લખ્યુ કે, એક બાદ એક થયેલા આ ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણય અને ફેરફાર એવા પણ છે જેમણે ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ અને નવા લક્ષ્ય આપ્યા છે. લોકોની અપેક્ષાઓ પણ પૂરી કરી છે. 

પીએમ મોદીએ દેશની જનતાના નામે લખેલા પત્રમાં કહ્યુ કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચનાએ જ્યાં સેનાનો તાલમેલ વધાર્યો છે. મિશન ગગનયાન માટે પણ ભારતની તૈયારીઓ જોરમાં છે. 

કિસાન સન્માન નિધિ હેઠળ દરેક કિસાનઃ પ્રધાનમંત્રી
ગરીબ, કિસાન, મહિલાઓ અને યુવાઓનો ઉલ્લેખ કરતા મોદીએ લખ્યુ કે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિની હેઠળ દરેક કિસાન આવી ચુક્યો છે. છેલ્લા એક વર્ષમાં આ યોજના હેઠળ 9.50 કરોડથી વધુ કિસાનોના ખાતામાં 72 હજાર કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે. 

તેમણે કહ્યું કે, 15 કરોડથી વધુ ગ્રામીણ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પાઇપથી મળે, તે માટે જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું. 50 કરોડથી વધુ પશુધનને સારા સ્વાસ્થ્ય માટે ફ્રી રસિકરણનું મોટુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 

પ્રધાનમંત્રી મોદીએ જનતાને લખેલા પત્રમા કહ્યુ કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર થયું છે, જ્યારે કિસાન, ખેત મડૂર, નાના દુકાનદાર અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક સાથીઓ, બધા માટે 60 વર્ષની ઉંમર બાદ 3હજાર રૂપિયાના નિયમિત માસિક પેન્શનની સુવિધા નક્કી કરવામાં આવી છે. 

માછીમારોની સુવિધા વધારવા માટે, સુવિધાઓ અને બ્લૂ ઇકોનોમીને મજબૂત કરવા માટે અલગથી વિભાગ બનાવવામાં આવ્યો છે. વ્યાપારીઓની સમસ્યાઓના સમાધાન માટે વ્યાપારી કલ્યાણ બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સ્વયં સહાયતા સમૂહો સાથે જોડાયેલી આશરે 7 કરોડ બહેનોને પણ વધુ નાણાકીય મદદ કરવામાં આવી રહી છે. 

સંસદે પાછલા રેકોર્ડ તોડી નાખ્યાઃ પીએમ
પ્રધાનમંત્રીએ સંસદીય કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, સામાન્ય જનના હિતથી જોડાયેલ સારા કાયદા બને, તે માટે છેલ્લા 1 વર્ષમાં ઝડપથી કામ થયું છે અને પાછલા રેકોર્ડ તોડી દીધા છે. આ કારણ છે કે કંઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ હોય, ચિટફંડ કાયદામાં સંશોધન હોય, દિવ્યાંગો, મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા આપવાનો કાયદો હોય, આ બધા ઝડપી બની શક્યા છે. 

કોરોના પર બોલ્યા પીએમ- નિયમોનું નિષ્ઠાથી પાલન થાય
વૈશ્વિક મહામારી કોરોનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આપણે ઝડપથી આગળ વધી રહ્યાં હતા તો કોરોના વૈશ્વિક મહામારીએ ભારતને ઘેરી લીધું. ઘણા લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે જ્યારે કોરોના ભારત પર હુમલો કરશે તો ભારત વિશ્વ માટે સંકટ બની જશે. પરંતુ આજે તમે ભારતને જોવાની દ્રષ્ટિકોણ બદલી દીધો છે. આ સાથે તેમણે કહ્યુ કે, દેશવ્યાપી લૉકડાઉનના નિયમોનું પાલન થાય. 

પ્રવાસિઓની મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરોઃ પીએમ
પ્રવાસી શ્રમિકોને થઈ રહેલી અસુવિદા પર પીએમ મોદીએ કહ્યુ કે, ચોક્કસપણે આટલા મોટા સંકટમાં કોઈ તે દાવો ન કરી શકે કે કોઈને મુશ્કેલી કે અસુવિધા ન થઈ હોય. શ્રમિક, પ્રવાસી મજૂર ભાઈ બહેન, નાના-નાના ઉદ્યોગોમાં કામ કરનાર કારીગર, રોડ પર સામાન વેંચનાર, દુકાનદાર, લઘુ ઉદ્યોગએ ઘણું દુખ સહન કર્યું છે. તેની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 

પત્રના અંતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, છેલ્લા 6 વર્ષની આ યાત્રામાં તમે મને સતત આશીર્વાદ આપ્યા છે. દેશ છેલ્લા 1 વર્ષમાં ઐતિહાસિક નિર્ણયો અને વિકાસની અભૂતપૂર્વ ગતિની સાથે આગળ વધી રહ્યો છે. પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.

મારા સંકલ્પની ઉર્જા તમેઃ પ્રધાનમંત્રી
તેમણે કહ્યુ કે, મારા સંકલ્પની ઉર્જા તમે છો. તમારૂ સમર્થન, તમારા આશીર્વાદ, તમારો સ્નેહ. તેમણે કહ્યુ કે, વૈશ્વિક મહામારીને કારણે આ સંકટનો સમય તો છે, પરંતુ આપણે દેશવાસિઓ માટે આ સંકલ્પનો પણ સમય છે. આપણે યાદ રાખવાનું છે કે 130 કરોડ ભારતીયોનું વર્તમાન અને ભવિષ્ય કોઈ આપદા કે વિપત્તી નક્કી ન કરી શકે. ૉ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતામાં જોશનો સંચાર કરતા લખ્યુ કે, આપણે આપણું વર્તમાન ખુદ નક્કી કરીશું અને આપણું ભવિષ્ય પણ. આપણે આગળ વધીએ, આપણે પ્રતગિના પથ પર દોડીશું. અંતમાં તેમણે લખ્યુ- સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, જાગૃચ રહો, જાગૃત રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news