ગુજરાતમાં શરમજનક ઘટના: અસ્થિર મગજની યુવતી પર સામુહિક દુષ્કર્મ, ઘટના જાણી સમસમી જશો!

Botad Crime News: લાઠીદડ ગામે રહેતી 31 વર્ષીય અને અસથિર મગજ ધરાવતી યુવતીને રાત્રીના સમયે બોટાદ શહેરના પાંચ શખ્સો ઓટો રિક્ષામાં બેસાડી બોટાદ શહેરના તુરખા રોડ અને ગઢડા રોડપર ચાલુ રીક્ષામાં દુષ્કર્મ ગુજાર્યું હતું

ગુજરાતમાં શરમજનક ઘટના: અસ્થિર મગજની યુવતી પર સામુહિક દુષ્કર્મ, ઘટના જાણી સમસમી જશો!

રઘુવીર મકવાણા/બોટાદ: લાઠીદડ ગામની યુવતી સાથે દુષ્કર્મ કરનારા પાંચ નરાધમોને ગણત્રરીની કલાકોમાં એલસીબી પોલીસે દબોચી લઈને ગેંગરેપનો પર્દાફાશ કર્યો હતો. લાઠીદડ ગામની અસ્થિર મગજની યુવતી સાથે પાંચ શખ્સોએ રીક્ષામાં તેમજ ખંડેર મકાનમાં લઈજઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે સમગ્ર ઘટનાની તપાસ કરતી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મ કરનારા નરાધમોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. 

બોટાદ ચાર તાલુકાનો નાનો જિલ્લો છે. પરંતુ ક્રાઈમ દિવસેને દિવસે વધતુ જાય છે. ગુનો કરનારા જાણે કાયદો કે પોલીસનો ડર ન હોય તેમ બોટાદ જિલ્લામાં હત્યા, અપહરણ, લૂંટ, ચોરી અને રેપ જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે બે દિવસ પહેલા લાઠીદડ ગામની એક અસથિર મગજની યુવતી સાથે ગેંગરેપ કર્યા ની ઘટના પ્રકાશમાં આવી છે. 

જિલ્લાના લાઠીદડ ગામે રહેતી 31 વર્ષીય અને અસથિર મગજ ધરાવતી યુવતીને રાત્રીના સમયે બોટાદ શહેરના પાંચ શખ્સો ઓટો રિક્ષામાં બેસાડી બોટાદ શહેરના તુરખા રોડ અને ગઢડા રોડપર ચાલુ રીક્ષામાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ અવાવરુ ખંડેર મકાનમાં લઈજઈને યુવતી સાથે અડપલા કર્યા હતા. તે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પોલીસે પાંચેય શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. 

No description available.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ ટી એસ રીઝવી અને તેમની ટીમ ગઈકાલે તા. 27 ના રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર અને ટાટમ ગામની વચ્ચે પસાર થતાં હતા તે દરમ્યાન રોડ પર જી.જે. 23 એ.યુ. 1796 નંબરની  રીક્ષા પડી હતી. તે પોલીસના ધ્યાન પર આવતા પોલીસને શંકા ગયેલ જેથી રીક્ષામાં પોલીસે તપાસ કરતા રીક્ષામાં ત્રણ શખ્સો બેઠેલા હતા. 

જેથી પોલીસે આ શખ્સોને મોડી રાત્રીના અહી શુકામ બેઠા છો તેવી પુછપરછ કરતા આ શખ્સોએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે શખ્સોના નામ પુછતા (1) ઈદરીશ નુરૂદીનભાઇ જોખીયા  સંધી ઉવ.25 ધંધો ડ્રાઇવીંગ રહે.બોટાદ નગીના મસ્જીદની બાજુમાં .(2) સવલતભાઇ કાળુભાઇ સમા સંધી ઉવ.22 ધંધો ડ્રાઇવીંગ રહે. બોટાદ ઠે. નગીના મસ્જીદનીબાજુમાં .(3) સાહિલભાઇ અબ્દુલભાઇ જોખીયા સંધી ઉવ.19 ધંધો મજુરીકામ રહે. બોટાદ ઠે. અમન ટાવર, સાળંગપુર રોડ હોવાનુ પોલીસને જણાવતા હતા. 

આ દરમ્યાન નજીકમાં આવેલ ખંઢેર જેવા મકાનમાંથી કોઇ સ્ત્રીનો રડવાનો અવાજ આવતા ત્યાં એલસીબી પીઆઈ અને પોલીસ સ્ટાફ સાથે ત્યાં જઇને તપાસ કરતા મકાનમાં એક સ્ત્રી રડતી હતી અને નજીકમાં બે શખ્સો હાજર હતા, ત્યારે પોલીસે બંને શખ્સોના નામ પુછતા નંબર (4)ઇસમ પોતાનું નામ અલ્તાફભાઇ રસુલભાઇ ધંધુકીયા જાતે ધાંચી ઉવ.36 ધંધો ડ્રાઇવીંગ રહે.બોટાદ ઠે. જમાઇનગર મુસ્લીમ સોસાયટી (5) ઉઝેફાભાઇ ઇકબાલભાઇ ભાડુલા જાતે ખાટકી ઉવ. 21 ધંધો મજુરીકામ રહે. બોટાદ ઠે.જમાઇ નગર, મુસ્લીમ સોસાયટી  હોવાનું પોલીસને જણાવ્યું હતું. 

પોલીસ યુવતી વિશે માહિતી લેતા આ યુવતી જિલ્લાના લાઠીદડ ગામની રહેવાસી હોવાનું તેમજ આ યુવતી અસ્વસ્થ જણાતી હતી અને રડતી હતી તેણે રડતા રડતા હાજર પાંચ ઇસમોની સામે આંગળી ચીંધી હતી. ત્યારે પોલીસે શખ્સોની પૂછપરછ કરતા ઈદરીશ જોખીયા અને સવલત સંધીએ યુવતી પર રીક્ષામાં દુષ્કર્મ કરેલ અને સાહિલ જોખીયાએ ખંઢેર મકાનમાં યુવતી ઉપર દુષ્કર્મ કર્યા  હોવાનું જણાવ્યું હતું. તેમજ અલ્તાફ ધંધુકિયા અને ઉઝેફા ભાડુલાએ યુવતી સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યાંનુ જણાવ્યું હતું.
 
ભોગ બનનાર યુવતીની માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ જણાતા એલ.સી.બી.પોલીસે ભોગ બનનાર યુવતીનુ મેડીકલ તપાસણીની કરાવવા તથા આગળની કાર્યવાહી કરવા સ્થળ ઉપર મહિલા પોલીસ કર્મચારીને બોલાવેલ તેમજ ભોગ બનનાર યુવતીના સંબંધીને બોલાવે અને આ તમામ શખ્સોને બોટાદ એલ.સી.બી. કચેરી ખાતે લાવ્યા હતા. ભોગ બનનાર યુવતીના માતાપિતા તથા ભાઇ વિગેરે એલસીબી કચેરીએ આવી જતા ભોગ બનનાર યુવતીના સગાભાઇએ દુષ્કર્મ કરનાર તમામ પાંચેય નરાધમો વિરૂધ્ધ ઇ.પી.કો. ક.૩૭૬(ડી), ૩૫૪(ક), ૧૧૪ મુજબ ફરીયાદ આપતા બોટાદ પો.સ્ટે.માં ફરીયાદ નોધાવી હતી. બોટાદ એલસીબી પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી તમામ પાંચેય શખ્સોને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ વીડિયો:-

આ ગુન્હાની તપાસ બોટાદ એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકીનાઓએ સંભાળી આગળની તપાસનો દોર ચાલુ કરી દુષ્કર્મ કરનાર વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ બોટાદ એલસીબી પોલીસે અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ કરી તમામ નરાધમોને રંગેહાથ દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news