Elon musk એ ટ્વિટરને ટેકઓવર કર્યું તો ખુશ થઈ કંગના રનૌત, પરાગ અગ્રવાલને હટાવવા બદલ તાળીઓ પાડી

Kangana Ranaut On Elon Musk : ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ટ્વિટરને ખરીદી લીધુ છે. આ સમાચાર સાંભળતા અભિનેત્રી કંગના રનૌતની ખુશીનો કોઈ પાર નથી. 

Elon musk એ ટ્વિટરને ટેકઓવર કર્યું તો ખુશ થઈ કંગના રનૌત, પરાગ અગ્રવાલને હટાવવા બદલ તાળીઓ પાડી

નવી દિલ્હીઃ Kangana Ranaut On Elon Musk : ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નવા માલિક બની ગયા છે. ટ્વિટર ખરીદ્યા બાદ એલને કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે. એલન મસ્ક ટ્વિટરના માલિક બનવાની સાથે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ખુબ ખુશ થઈ ગઈ છે. 

કંપનાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા પોતાના ફેન્સના ઘણા ટ્વીટ શેર કર્યાં છે. ટ્વિટર પર કંગના પોતાના વિવાદિત નિવેદન અને ધાર્મિક-રાજકીય પોસ્ટને લઈને ચર્ચામાં રહી હતી. મહારાષ્ટ્ર સરકારની સાથે વિવાદોને લઈને પણ કંગના ખુબ હેડલાઇનમાં રહી હતી. ત્યારબાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. 

કંગના રનૌતે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી જાહેર કરી છે. અભિનેત્રીએ ટ્વિટરના નવા માલિક બનવા માટે એન મસ્ક માટે તાળીઓ પાડી પોતાના ફેન્સના ટ્વીટ શેર કર્યાં. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના એક ફેનના પોસ્ટને શેર કરી છે, જેમાં એલન મસ્કને અભિનેત્રીનું એકાઉન્ટ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. 

એક યૂઝરે લખ્યું- ફ્રીડમ ઓફ સ્પીચની ભાવનાની કદર કરતા આશા છે કે એલન મસ્ક કંગના રનૌતનું એકાઉન્ટ રીસ્ટોર કરશે. 

કંપનાએ વધુ એક ઈન્સ્ટા પોસ્ટ કરી છે, જેમાં પરાગ અગ્રવાલને હટાવવાના સમાચાર પર તાળીઓ પાડી રહી છે. 

નોંધનીય છે કે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ હતું. પાછલા વર્ષે મે મહિનામાં વિવાદાસ્પદ ટ્વીટને કારણે કંગનાના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો જલદી કંગના રનૌત ફિલ્મ 'ઇમરજન્સી'માં ઈન્દિરા ગાંધીનું પાત્ર નિભાવતી જોવા મળશે. આ સિવાય કંગના રનૌતની પાસે સીતા અને નટી બિનોદિની નામના બે પ્રોજેક્ટ્સ પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news