સુરત કરૂણાંતિકા: 23 'કુળદીપક' ઓલવાયા, ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત

તક્ષશિલા મુજબ આર્કેડના પાછળના ભાગમાં શોર્ટ સર્કિટ થયું અને તેને કારણે આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે ફાઈન આર્ટ ટ્યુશનનાં સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસી 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો અને તેની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ બિલ્ડર સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

સુરત કરૂણાંતિકા: 23 'કુળદીપક' ઓલવાયા, ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત

સુરત: શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચોથા માટે જવા માટેની લાકડાની સીડીમાં જ આગ લાગવાના કારણે ટ્યુશન ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નિકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હતો. ટ્યુશન ક્લાસમાં મોટાપાયે આગ અને તેનો ધૂમાડો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ભૂંજાઈ ગયા હતા. જે વિદ્યાર્થી બચી જવામાં સફળ થયા તેમણે ચોથા માળેથી નીચે છલાંગ લગાવી હતી. આગની આ ઘટનામાં 23 વિદ્યાર્થીનાં મોત થયા છે. તંત્ર દ્વારા જવાબદારો સામે કાર્યવાહીની શરૂઆત કરાઈ છે. 

પોલીસે ફાઈન આર્ટ ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસી 304, 308, 114 મુજબ ગુનો નોંધી તેની અટકાત કરી છે. આ સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત દોડી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લઈને તેમની સારવારની પુરતી વ્યવસ્થા કરવાની સુચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.

તંત્ર દ્વારા તક્ષશિલા આર્કેડના બિલ્ડર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડરને બે માળ બાંધવાની જ મંજૂરી આપવામાં આવી હતી. જેની સામે બિલ્ડરે ચાળ માળ બાંધી દીધા હતા. જોકે, આ બંને બિલ્ડર હજુ પોલિસ પકડની બહાર છે.

વિદ્યાર્થીઓ જીવતા જ ભૂંજાઈ ગયા
આર્કેડમાં લાગેલી આગે જોત-જોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, ક્લાસિસમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓ કંઈ વિચારે તે પહેલા જ અંદર ગુંગળાઈને મૃત્યુ પામ્યા હતા. ક્લાસમાં સળગી ગયેલા વિદ્યાર્થીઓના મૃતદેહ એટલી હદે સળગી ગયા છે કે તેમના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે. આ કારણે, તમામ મૃતકોનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર પછી તેમના મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. 

તક્ષશિલા મુજબ આર્કેડના પાછળના ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટ થવાને કારણે આર્કેડમાં આગ લાગી હતી. ગણતરીની પળોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આર્કેડમાં દોડધામ મચી ગઈ હતી. આર્કેડમાં આગ લાગતાં ટ્યૂશન ક્લાસિસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા દોડ્યા હતા. પરંતુ નીચે ઉતરવાના રસ્તે પણ આગ લાગતાં તેમને બહાર જવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો. જેને લઈને બાળકોએ આર્કેડના ચોથા માળેથી છલાંગ લગાવવી પડી હતી. આગની આ ઘટનામાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ફાયરની ટીમ દ્વારા હાઇડ્રોલિકની મદદથી આગમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી, સાંસદ દર્શના જરદોશ, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં તમામા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને લઈ સઘન ચેકિંગ હાથ ધરાશે. સમગ્ર ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે આર્કેડમાં આગ લાગી તે આર્કેટની ઉપર શેડ બાંધવામાં આવ્યો હતો. એલ્યુમિનિયમ સેક્શન ઊભું કરીને ક્લાસિસ ચલાવવામાં આવી રહ્યા હતા.

આ ઘટનામાં 23 કુળદીપકોનો જીવ જતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. સાથે સાથે તંત્ર પર ભારે રોષ પણ જોવા મળ્યો હતો. જો કે, આ ઘટના બાદ ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણી અને તક્ષશિલાના આર્કેડના બિલ્ડર અને ફાઈન આર્ટ ટ્યુશનનાં સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઈપીસી 304, 308, 114 મુજબ ગુનો નોંધાયો છે અને નિયમોનો ઉલાળીયો કરનારા ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્ય પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવી હતી.

આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ વિદ્યાર્થીઓના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે. અને ત્રણ દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાના આદેશ અપાયા છે. આ  સમગ્ર મામલે ફોરેન્સિક સાયન્સ લેબે તપાસ શરૂ કરી છે તો સાથે સાથે મૃતકોના ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news