ડીસામાં અજાણ્યા શખ્સોએ 2 રીક્ષામાં તોડફોડ કરીને સળગાવી

ડીસાના પાવર હાઉસની સામે મોડી રાત્રે જુની અદાવતમાં અજાણ્યા શખ્સો દ્વારા 2 રીક્ષામાં તોડફોડ કરી સળગાવી દેવામાં આવી હતી

ડીસામાં અજાણ્યા શખ્સોએ 2 રીક્ષામાં તોડફોડ કરીને સળગાવી

અલકેશ રાવ/ ડીસા: ડીસામાં 2 રીક્ષાને સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના પાવર હાઉસની સામે મોડી રાત્રે જુની અદાવતમાં અજાણ્યા શખ્સો દ્વારા 2 રીક્ષામાં તોડફોડ કરી સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે આસપાસમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકો દ્વાર સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થતા અટક્યું હતું. ત્યારે સ્થાનિકો દ્વારા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસે સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news