સેલ્ફ ડિફેન્સની તૈયારી સિદ્ધિમાં પરિણમી! સુરતની કામ્યાએ ટેક્વેન્ડોમાં 13 ગોલ્ડ જીતી તોડ્યા અનેક રેકોર્ડ
સુરતમાં રહેતા મનોત્રા પરિવાર એ પણ પોતાના બાળકોને સેલ્ફ ડિફેન્સ ની પ્રેક્ટિસ માટે મોકલ્યા હતા જોકે ધીરે ધીરે આ સેલ્ફ ડિફેન્સની આ પ્રેક્ટિસ તેમને ટાક્વાન્ડોમાં નેશનલ અને ઇન્ટરનેશલમાં ગોલ્ડન અને સિલ્વર મેડલ સુધી પહોંચાડ્યા છે.
Trending Photos
Taekwondo Gold Medalist, ઝી બ્યુરો/સુરત: આજના યુગમાં નાની બાળકીથી લઈ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. સુરતમાં રહેતા મનોત્રા પરિવાર એ પણ પોતાના બાળકોને સેલ્ફ ડિફેન્સ ની પ્રેક્ટિસ માટે મોકલ્યા હતા જોકે ધીરે ધીરે આ સેલ્ફ ડિફેન્સની આ પ્રેક્ટિસ તેમને ટાક્વાન્ડોમાં નેશનલ અને ઇન્ટરનેશલમાં ગોલ્ડન અને સિલ્વર મેડલ સુધી પહોંચાડ્યા છે અને આજે તેમને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
મૂળ નવી દિલ્હીના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલ મલ્હોત્રા પરિવાર પાર્લે પોઈન્ટ સ્થિત ગોકુલ રોહાઉસ ખાતે રહે છે. પરિવારના અમનભાઈ મલ્હોત્રા બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી કામ્યાએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે. કામ્યા સુરતની સ્કેટ કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસની સાથે છેલ્લા દશ વર્ષથી ટેકવાન્ડો રમી રહી છે. આંતરરાષ્ટ્રીય ટેકવાન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 5 સિલ્વર, 2 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલો પ્રાપ્ત કરી આ સ્પર્ધામાં ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડ્યા છે.
કામ્યાએ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ મેળવ્યા છે. જ્યારે ખેલ-મહાકુંભમાં 4 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. નેશનલ સ્કુલ ગેમ્સમાં ૧ ગોલ્ડ, 40 મી જુનિયર નેશનલ 1 સિલ્વર, આઈટી ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ ફાઈનલમાં 1 ગોલ્ડ, આઈટી જુનિયર નેશનલ 1 ગોલ્ડ, ઈન્ડિયન ટેકવાન્ડો (IT) ઓપન નેશનલ 1 ગોલ્ડ, 65મી SGFI નેશનલ 1 સિલ્વર, ત્રીજી માઉન્ટ એવરેસ્ટ ઈન્ટરનેશનલ ઓપન ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં 1 બ્રોન્ઝ સહિત 13 ગોલ્ડ, 5 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવાની ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.કામ્યા મલ્હોત્રાએ જણાવ્યું કે, તેણી 6 વર્ષની વયથી ટેકવાન્ડો રમેં છે.
રાજ્ય સરકારની યોજનાકીય સહાયથી ટ્રેનિંગ વેસુ સ્થિત ડાયનામિક વોરિયર્સ એકેડેમીમાં ચાલી રહી છે. દર મહિને રાજ્ય સરકાર તરફથી તાલીમ માટે તેને રૂ.4500ની સહાય મળી રહી છે. જેથી રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પીઠબળ મળ્યું છે. માતા-પિતાએ તેની કારર્કિદીને નવી ઉડાન ભરવા માટે સજ્જ કરી હતી. તેમના સંપૂર્ણ સાથ સહકારથી જ તેને ટેકવાન્ડોની નિયમિત તાલીમ શરૂ કરી હતી. સેલ્ફ-ડિફેન્સ માટે માતા-પિતાએ તેણી ને 6 વર્ષની નાની ઉંમરે ટેકવાન્ડોની રમતમાં ભાગ લેવામાં માટે પ્રેરિત કરી હતી.
કામ્યાએ જણાવ્યું કે, સૌપ્રથમ જિલ્લાક્ષેત્રની સ્પર્ધામાં મને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ વર્ષ 2013 પૂણે(મહારાષ્ટ્ર) અને વર્ષ 2019માં ચેન્નાઈ(તમિલનાડુ) માં નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો જેમાં સફળતા ન મળતા નાસીપાસ થઈ પણ શીખ મળી કે મારે હજુ વધુ મહેનતની જરૂર છે. ત્યારબાદ એ જ વર્ષમાં રાજસ્થાનમાં યોજાયેલી નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો, જે મારા જીવનો મહત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો. મારો ઉત્સાહ બેવડાતા સતત ત્રણ વર્ષ તાલીમ લઈ નાસિક ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ખેલ જગતમાં નામ કમાઈ રહેલી સુરતની ટેકવેન્ડો ગોલ્ડ મેડાલિસ્ટ કામ્યા અભ્યાસની સાથે સાથે દિવસના છ કલાક ટેકવેન્ડોની પ્રેક્ટિસ પણ કરે છે. તે રસોઈમાં પણ પાવરધી છે. સ્પોર્ટ્સમાં પુરતું ધ્યાન આપી શકાય એ માટે મોબાઈલ અને ટીવીથી દૂર રહે છે. હોટેલ અને રેસ્ટોરાના ફાસ્ટફૂડ-જંકફૂડના બદલે ઘરનું સાત્વિક ભોજન જમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે