Cyclone Biparjoy Updates: 15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!

જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

Cyclone Biparjoy Updates: 15 જૂન સાંજે અમદાવાદ રિવરફ્રન્ટમાં જતા નહીં! નહીં તો પડી જશો સૌથી મોટી મુસીબતમાં!

Cyclone Biparjoy Updates: બિપરજોય એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનમાંથી વેરી સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે. જો કે, તો પણ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ત્યારે સંભવિત વાવાઝોડાના પગલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. 15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જી હા. રિવરફ્રન્ટનો લોવર એરિયા AMC બંધ રાખશે. 

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજની એન્ટ્રી 
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજની એન્ટ્રી થઈ. વલસાડ, અમરેલી અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના રોલા અને ડુંગરી ખાતે પવન સાથે ભારે વરસાદ વરસ્યો. અમરેલીના પીપાવાવ કોસ્ટલ એરિયામાં વરસાદ વરસ્યો. તો બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે બોટાદ ઉપરાંત ગઢડા, ઢસા, બરવાળા અને રાણપુરમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ગુજરાતમાં 5 દિવસ વરસાદ બોલાવશે બઘડાટી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસશે. આજથી આખા ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 15, 16 અને 17 જૂને વરસાદની આગાહી કરાઈ છે.

15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે
કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ગુજરાતથી સાયક્લોન ટકરાઈને રાજસ્થાન તરફ જશે. જેથી 15, 16 અને 17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે..વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે.. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
બિપરજોય વાવાઝોડાની અસરને પગલે દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન છે. જેથી વહીવટી તંત્ર પણ ખડેપગે છે. ગુજરાતના દરિયાકાંઠાની વાત કરીએ તો દ્વારકા, કચ્છ, સુરત, દીવ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના દરિયા કાંઠામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાત કરીએ દ્વારકાની તો ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર 16 જૂન સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

કચ્છના માંડવીના દરિયામાં પણ જોરદાર કરંટ જોવા મળ્યો. જખૌ પોર્ટ અને નલિયાથી વાવાઝોડું હવે નજીક છે. 14 અને 15 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. સુવાલીના દરિયામાં પવનનું જોર વધતાં 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળે છે. 30થી 50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. દીવના જલંધર બીચ પર પણ ઉંચા મોજા ઉછળે છે. દરિયાકાંઠે ભારે પવનના પગલે NDRFની ટીમ પણ ખડેપગે છે. દરિયાકાંઠે વસતા લોકોને વહીવટી તંત્રએ સલામત સ્થળે ખસેડીને યોગ્ય વ્યવસ્થા કરી.

સુરતના ડભારી દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
બિપરજોયા વાવાઝોડાથી સુરતમાં દરિયાની ભરતીમાં તીવ્ર વધારો જોવા મળ્યો. દરિયાના મોજા અને પવનની ગતિમાં વધારો થયો છે. ડભારી દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાનું પાણી કમ્પાઉન્ડ સુધી પહોંચ્યું. સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડભારી દરિયા કાંઠા 20થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પવનની ગતિ વધતા કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.

દમણના દેવકા બીચ પર દરિયામાં ભારે કરંટ
બિપરજોય વાવાઝોડાની અસરથી દમણના દેવકા બીચ પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયાકાંઠે નહીં જવાની સૂચના છતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોખમી મજા માણતા જોવા મળ્યા. ભરતની સમયે હજુ પણ દરિયામાં કરંટ વધે તેવી શક્યતા છે. દમણ પોલીસ દરિયાકાંઠે નહીં જવા માટે પ્રવાસીઓને સૂચના આપી રહી છે. વાવાઝોડાની અસરના લીધે ભારે પવન અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે ત્યારે દમણ દરિયાકાંઠે પણ અસર જોવા મળશે.

દમણના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા
બિપરજોય વાવાઝોડાની અસરથી દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ભારે પવન અને ઉંચા મોજા ઉછળતા દમણનો દરિયો ડરામણો લાગ્યો. દમણ પ્રશાસન અને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દરિયા કિનારામાં ઉદભવતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આજે દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. જો કે દરિયા કિનારે 144 મી કલમ લાગી હોવાથી પ્રવાસીઓથી ધમધમતો દમણનો દરિયો સુમસામ લાગ્યો. વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા 28 ગામોને એલર્ટ કરાયા છે. વાવાઝોડાની અસરને પગલે તંત્ર ખડેપગે છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાના પગલે એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી
બિપોરજોય વાવાઝોડાના પગલે એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં સાત એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. વધારાની સાત એમ્બ્યુલન્સ કોસ્ટલ વિસ્તારમાં મોકલવામાં આવી છે. જરૂર પડશે તો સરકારી ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારમાં રહેલી એમ્બ્યુલન્સ કોસ્ટલ વિસ્તારમાં રવાના કરાશે. તો પ્રભાવિત જિલ્લાના આસપાસના જિલ્લાની એમબ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે.

બિપરજોય વાવાઝોડાની અસરના લીધે રેલ વ્યવહાર પ્રભાવિત
બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડની અસરના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી ટ્રેન પર અસર થઈ છે. પોરબંદર, વેરાવળ અને ઓખા જતી મોટા ભાગની ટ્રેન રદ કરાઈ છે. રેલવે તંત્રએ ગાંધીધામ અને ભુજ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પલાઈન નંબર પરથી મુસાફરો મદદ માગી શકશે. ઉલ્લેખનીય છે કે 137 ટ્રેનમાંથી મોટા ભાગની ટ્રેન રદ અને કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ થઈ છે. જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભુજ-મુંબઈ કચ્છ એક્સપ્રેસ, ગુજરાત મેલ, સોમનાથ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ અને રૂટમાં ફેરફાર કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news