બનાસકાઠામાં નવા 14 કેસ નોંધાયા તો સાબરકાંઠામાં 8 મહિનાનું બાળક બન્યું કોરોનાનો શિકાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. જિલ્લામાં કુલ પીડિતોની સંખ્યા 65 પર પહોંચી ગઈ છે. 

 બનાસકાઠામાં નવા 14 કેસ નોંધાયા તો સાબરકાંઠામાં 8 મહિનાનું બાળક બન્યું કોરોનાનો શિકાર

સારબકાંઠા/બનાસકાંઠા/ખેડાઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. અત્યાર સુધી રાજ્યના 33 જિલ્લામાંથી 32 જિલ્લામાં કોરોના મહામારી પહોંચી ગઈ છે. અત્યાર સુધી 6200થી વધુ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો આજે બનાસકાંઠા જિલ્લામાં નવા 14 કેસ નોંધાયા છે. આ સાથે ખેડામાં એક કેસ તો સારબકાંઠામાં એક આઠ મહિનાનું બાળક કોરોનાનું ભોગ બન્યું છે.

સાબરકાંઠામાં આઠ મહિનાનો બાળક કોરોનાનો શિકાર
હિંમતનગરના આગીયોલમાં આઠ મહિનાના બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલાં બાળકની માતાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બાળકને કોવિડ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. હાલ બાળક જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોના પીડિતોની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે. 

બનાસકાંઠામાં 14 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. આજે ત્યાં નવા 14 કેસ નોંધાયા છે. કાંકરેજમાં 3, સામઢીમાં 3, દિયોદરમાં 3, ધાનેરામાં 2, દાંતીવાડા અને ડાંગીયામાં એક-એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પીડિતોની સંખ્યા 65 પર પહોંચી છે. 

ગુજરાતમાં કોરોનાને ફેલાવતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સની કંપનીઓ ઉતારી

ખેડામાં પણ વધ્યો એક કેસ
ખેડા જિલ્લામાં પણ હવે કેસોની સંખ્યા વધી રહી છે. આજે કપડવંજના ઘાંચીવાડામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે અમદાવાદની સીફા હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. હાલ તેને નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો જિલ્લામાં કોરોના પીડિતોની સંખ્યા 18 પર પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news