ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ

કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોના લોકોના માથે વધુ એક સંકટ આવીને ઉભુ છે. સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થવાની તૈયારીમાં છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની બોર્ડર પર તીડના આતંકની શક્યતા છે. આ મામલે કૃષિ વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે. ગમે ત્યારે તીડોનું ટોળુ (Loctus attack) ગુજરાતના સરહદી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાઈ રહ્યાં છે, જેનુ આગળ ડેસ્ટિનેશન ગુજરાત હોઈ શકે છે. ગમે ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તીડનું આગમન એટલે ખેડૂતોને નુકસાન. તીડનુ આખેઆખુ ટોળુ એક રાતમાં આખા ખેતરનો સફાયો કરવામાં સક્ષમ હોય છે. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં તીડનો ત્રાસ સતત વધી રહ્યો છે. 
ગુજરાતમાં ચીન બાદ હવે પાકિસ્તાની સહરદથી આવ્યુ જૂનુ અને જાણીતું સંકટ

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના સંકટ વચ્ચે રાજ્યના સરહદી વિસ્તારોના લોકોના માથે વધુ એક સંકટ આવીને ઉભુ છે. સરહદી વિસ્તારોમાં ફરીથી તીડનું આક્રમણ થવાની તૈયારીમાં છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની બોર્ડર પર તીડના આતંકની શક્યતા છે. આ મામલે કૃષિ વિભાગ દ્વારા ચેતવણી આપી દેવાઈ છે. ગમે ત્યારે તીડોનું ટોળુ (Loctus attack) ગુજરાતના સરહદી વિસ્તારોમાં દસ્તક આપી શકે છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ દેખાઈ રહ્યાં છે, જેનુ આગળ ડેસ્ટિનેશન ગુજરાત હોઈ શકે છે. ગમે ત્યારે બનાસકાંઠા અને કચ્છમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તીડનું આગમન એટલે ખેડૂતોને નુકસાન. તીડનુ આખેઆખુ ટોળુ એક રાતમાં આખા ખેતરનો સફાયો કરવામાં સક્ષમ હોય છે. છેલ્લાં એક વર્ષમાં ગુજરાતમાં તીડનો ત્રાસ સતત વધી રહ્યો છે. 

ગુજરાતમાં કોરોનાને ફેલાવતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સની કંપનીઓ ઉતારી

કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતમાં ફરીથી તીડ ત્રાટકવાની ભીતિ છે. બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા પર ફરી તીડનો ખતરો તોળાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં તીડ રાજસ્થાનના રણમાં પહોંચ્યા છે. હાલ તીડનું ઝુંડ 300 કિલોમીટર દૂર છે. જોકે, તીડ બનાસકાંઠા પહોંચતા અઠવાડિયું તેવું અનુમાન લાગી રહ્યું છે.  તંત્રના અંદાજ મુજબ એક અઠવાડિયામાં તીડ ગુજરાતમાં આવી શકે છે.

કચ્છમાં તીડ દેખાય તેની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારત સરકારે પણ ફરી ગુજરાતમાં તીડ ત્રાટકવાની ભીતિ દર્શાવી છે. પાકના પંજાબ અને બલુચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં તીડના ઝુંડ બનાસકાંઠા અને કચ્છમાં ત્રાટકે તેવી શક્યતા છે. પવનની દિશા અનુકૂળ હોય તો તીડના ઝુંડ ત્રાટકી શકે છે. 

મહેસાણા કૃષિ વિભાગ દ્વારા પણ ચેતવણી અપાઈ છે કે, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર ઉપર તીડના આતંકની શક્યતા છે. ફરી એકવાર તીડ મહેસાણામાં આક્રમણ કરી શકે છે. તીડ આવે તો તરત જ ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા ખેડૂતોને અપીલ કરાઈ છે. સાથે જ તીડ આવે તો અવાજ કરીને અને ધુમાડો કરવાના પણ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. અત્યારે તીડ પંજાબ અને રાજસ્થાન સુધી હોવાની માહિતી મળી છે. જો પવનની દિશા બદલાય તો તીડ મહેસાણા બોર્ડરના વિસ્તારમાં પણ ચઢી આવે તેવી શક્યતાઓ નકારી ન શકાય.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news