ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જતા કેન્દ્ર સરકારના પેટમાં ફાળ પડી, વધુ પેરામિલિટરી ફોર્સ કંપની ફાળવી
હવે પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે કડક એક્શન લેવામાં આવનાર છે તે વિશે માહિતી આપતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સ (paramilitary forces) ની 8 કંપનીઓ ઉતારી છે. તો સાથે જ સુરતમાં વધુ 3 કંપનીઓ સાથે પેરામિલિટરી ફોર્સની 6 કંપનીઓ મેદાનમાં છે. તો વડોદરામાં 2 કંપનીઓ તૈનાત છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :હવે પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે કડક એક્શન લેવામાં આવનાર છે તે વિશે માહિતી આપતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સ (paramilitary forces) ની 8 કંપનીઓ ઉતારી છે. તો સાથે જ સુરતમાં વધુ 3 કંપનીઓ સાથે પેરામિલિટરી ફોર્સની 6 કંપનીઓ મેદાનમાં છે. તો વડોદરામાં 2 કંપનીઓ તૈનાત છે.
ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો
અમદાવાદમાં પરિસ્થિતિ અતિગંભીર બની ગઈ છે. આ સ્થિતિને કાબૂ કરવી બહુ જ જરૂરી બની ગઈ છે. અમદાવાદમાં કોરોનાને કન્ટ્રોલ કરવા માટે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે હવે અમદાવાદને સીલબંધ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ અને સરકાર કોઈ પણ પ્રકારનુ રિસ્ક લેવા માગતી નથી. આ અંગે ડીજીપીએ જણાવ્યું કે, હવે કેન્ટેમેન્ટ એરિયાની સુરક્ષા માટે પેરામિલટરીની વધુ કંપનીઓ તૈનાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને વધુ સાત કંપની ફાળવી છે. જેમાં 6 બીએસએફ અને 1 સીઆઈએફનો સમાવેશ થાય છે. સીએપીએફની કુલ 8 કંપની અમદાવાદની કન્ટેમેન્ટ એરિયાની આસપાસ અભેદ્ય કિલ્લાની જેમ તૈનાત રહેશે. અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરી ફોર્સ ભેગી થઈને કુલ 38 કંપનીઓ ફાળવાઈ છે. સુરત અને વડોદરામાં પણ સીએપીએફની સુરક્ષા જાળવાશે. સુરતમાં અગાઉ 3 કંપની હતી. તે ઉપરાંત વધુ 3 કંપની ફાળવાઈ છે. સુરતમાં આવેલ કન્ટેમેન્ટ એરિયામાં કુલ 6 કંપની તૈનાત રહેશે.
તેમણે સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે જણાવ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારના ઘાર્મકિ કાર્યક્રમો, મેળાવડા બંધ કરવાની સૂચના છે. તમામને અપીલ છે કે ધર્મ સંસ્થાન બંધ રાખે અને કોઈ ધાર્મિક હેતુ માટે લોકો એકઠા ન થાય. પોલીસ દ્વારા તમામ ધાર્મિક સ્થાનો નિયમિત રીતે ચેક કરાય છે. ભેગા થયાનું ધ્યાનમાં આવશે તો કાર્યવાહી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે