દેશભક્તિ: શાળાના 1200 વિદ્યાર્થીઓએ એક થઇ રચ્યું ‘વંદે માતરમ્’ 

સુરતના મોરાભાગળ વિસ્તારમા આવેલી ગુરુકૃપા શાળા દ્વારા અનોખી રીતે દેશભક્તિની પહેલ છેડવામા આવી હતી. જેમા શાળાના 1200થી વધુ વિધાર્થીઓ દ્વારા વદેં માત્તરમની માનવકૃતિ બનાવવામા આવી હતી. ખાસ કરીને થોડા દિવસમા જ 26મી જાન્યુઆરી આવી રહી છે તેને ધ્યાનમા રાખીને શાળાના સંચાલકો દ્વારા આ અનોખો અભિગમ છેડવામા આવ્યો છે. 

દેશભક્તિ: શાળાના 1200 વિદ્યાર્થીઓએ એક થઇ રચ્યું ‘વંદે માતરમ્’ 

ચેતન પટેલ/સુરત: સુરતના મોરાભાગળ વિસ્તારમા આવેલી ગુરુકૃપા શાળા દ્વારા અનોખી રીતે દેશભક્તિની પહેલ છેડવામા આવી હતી. જેમા શાળાના 1200થી વધુ વિધાર્થીઓ દ્વારા વદેં માત્તરમની માનવકૃતિ બનાવવામા આવી હતી. ખાસ કરીને થોડા દિવસમા જ 26મી જાન્યુઆરી આવી રહી છે તેને ધ્યાનમા રાખીને શાળાના સંચાલકો દ્વારા આ અનોખો અભિગમ છેડવામા આવ્યો છે. 

શાળાના વિધાર્થીઓમા દેશ પ્રેમની ભાવના તથા રાષ્ટ્રભક્તિનો સંચાર થાય તે ઉદ્દેશથી આ માનવકૃતિનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. શાળામાં ભણતા આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓ આ અભિગમમાં ભાગ લેશે અને તેમના ઉદરમાં રહેલી દેશ ભક્તિની લાગણીઓને લોકો સમક્ષ રજૂ કરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરશે.

Video: કારચાલકને અંધારામાં એટલા બધા સિંહો એકસાથે દેખાયા કે, ગણી ગણીને થાકી ગયો

આગામી 26મી જાન્યુઆરીને ધ્યાને રાખીને શહેરના મોરાભાળ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા શાળા દ્વારા અનોખી દેશભક્તિ દેખાડવા માટે 1200 જેટલા બાળકો ‘વંદે માતરમ્‘ ની માનવકૃતિ રચશે. જે અંગે અત્યારથી જ પ્રેકટિસ કરવામાં આવી રહી છે. ત્યારે કેમેરામાં કેદ થયેલી આ તસવીર ખરેખર તમારા ઉદરમાં પણ દેશભક્તિ ઉભી કરી દે તેવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news