અમદાવાદ ગ્રામ્યમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1300ને પાર, નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 58 લોકોના મોત થયા છે. જો કે, અત્યાર સુધીમાં કુલ 1136 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 1300ને પાર, નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા

ગૌરવ પટેલ, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 58 લોકોના મોત થયા છે. જો કે, અત્યાર સુધીમાં કુલ 1136 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્યમાં ડિસ્ચાર્જનો રેટ 85 ટકા છે. અમદાવાદ ગ્રામ્યમાં 10 ટકા એટલે કે 128 એક્ટિવ કેસ પૈકી 120 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે 1 ટકા એટલે કે 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 58 કોરોના સંક્રમિત લોકોના મોત એટલે કે 4 ટકા દર્દીઓના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. જો કે આજે રક્ષાબંધનનો દિવસ સામાન્ય રાહતરૂપ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 1100થી  વધારે કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે આજે 1009 દર્દીઓ નોંધાયા હતા. જે એક પ્રકારે રાહતરૂપ સમાચાર છે.

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 19769 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 304.13 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,34,104 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1003 અને અન્ય રાજ્યનાં 06 થઇને કુલ 1009 દર્દી નોંધાયા છે. આજે 974 દર્દીઓ સાજા થઇને ઘરે પણ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news