મુંબઇના લોકો માટે આવ્યા સારા સમાચાર, આ દિવસથી દરરોજ ખુલશે દુકાનો
Trending Photos
મુંબઇ: કોરોના (Coronavirus) સંક્રમણના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)માં છેલ્લા 4 મહિનાથી બંધ દુકાનો 5 ઓગસ્ટથી ખુલવા જઇ રહી છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધાર આવતા જ મુંબઇ નગર નિગમ (BMC) દ્વારા 5 ઓગસ્ટથી સપ્તાહના સાત દિવસ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, પાટા પર સામાન વેચનાર દુકાનદારોને મંજૂરી આપવાની સરકારે હાલમાં ઇનકાર કર્યો છે.
આ પણ વાંચો:- મોટો ખુલાસો: દિલ્હી હિંસામાં થયું હતું કરોડોનું ફંડિંગ, આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા પૈસા
તમને જણાવી દઇએ કે, મુંબઇમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 14 હજાર 284 થઇ ગઇ છે અને 6353 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે મુંબઇમાં કોરોનાથી સાજા થવાનો દર સરેરાશ 60 ટકાથી ઉપર છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં આવતા જોઇ મુંબઇ નગર નિગમે 5 ઓગસ્ટથી શહેરની દુકાનો ખોલવાની જાહેરાત કરી છે. આ દુકાનો લોકડાઉનના કારણે છેલ્લા 4 મહિનાઓથી બંધ હતી. લોકોના નુકસાનની ચૂકવણી કરવા માટે તેમને સપ્તાહના સાત દિવસ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. બીએમસીની જાહેરાત બાદ દુકાનદારોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે તે દુકાનો ખોલવાની તૈયારીઓમાં લાગ્યા છે.
બીજી તરફ રસ્તા-પાટા ઉપર માલ વેચીને જીવન જીવતા દુકાનદારો અત્યારે નિરાશા અનુભવી રહ્યા છે. કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવનાને જોઈને સરકારે હાલમાં તેમને મંજૂરી આપવાની ના પાડી દીધી છે. સોમવારે બોમ્બે હાઈકોર્ટની સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે રસ્તા પર માલ વેચતા દુકાનદારોને કામ શરૂ કરવાની મંજૂરી આપી શકાતી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને પુનર્વસન વિભાગ વતી, કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કે, પાટા દુકાનદારો અસંગઠિત ક્ષેત્રની શ્રેણીમાં આવે છે. આવી સ્થિતિમાં તેમના વ્યવસાયને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ છે.
આ પહેલા મનોજ ઓસવાલ નામના અરજીકર્તાએ હાઇ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, જ્યારે હોટલો અને રેસ્ટોરાઓના કામ કરવાની મંજૂરી મળી ગઇ છે તો પટરી દુકાનદારોની સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે. આ અરજીની નોંધ લેતા કોર્ટે સરકારને પોતાનો વલણ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે