Tiger 3 Trailer: આ વખતે પર્સનલ મિશન પર છે ટાઈગર, જોવા મળશે ધ્રુજાવી દે તેવી એક્શન સીક્વન્સ

Tiger 3 Trailer: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ની એક ઝલક જોવાની એટલે કે ફિલ્મનું ટ્રેલર જોવા માટે ચાહકો તલપાપડ હતા. તેવામાં આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ વખતે ટાઈગર પર્સનલ મિશન પર જશે. ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એકશન સીક્વન્સ જોવા મળે છે.

Tiger 3 Trailer: આ વખતે પર્સનલ મિશન પર છે ટાઈગર, જોવા મળશે ધ્રુજાવી દે તેવી એક્શન સીક્વન્સ

Tiger 3 Trailer: બોલીવુડ સુપરસ્ટાર ફરી એક વખત એક્શન અને સસ્પેન્સ થ્રીલર ફિલ્મ સાથે દિવાળીમાં સિનેમાઘરો પર રાજ કરશે તેવું લાગે છે. આ વર્ષે દિવાળી પર સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સલમાન ખાન અને કેટરીના કેફ દમદાર એક્શન કરતા જોવા મળે છે. ટાઈગર 3 માં વિલન તરીકે ઇમરાન હાશ્મીની એન્ટ્રી થઈ છે. 

આ પણ વાંચો: 

ફિલ્મના ટ્રેલર પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે આ વખતે ફિલ્મની સ્ટોરીમાં ટાઈગર એટલે કે અવિનાશ એક પર્સનલ મિશન પર જવાનો છે. ટ્રેલરની શરૂઆતમાં એક મહિલા ફોન પર વાત કરતી જોવા મળે છે જે કહે છે કે દેશની શાંતિ અને દુશ્મનો વચ્ચે એક વ્યક્તિનું જ અંતર છે ત્યાર પછી સલમાન ખાનની દમદાર એન્ટ્રી થાય છે. ફિલ્મના ટ્રેલરમાં એક્શનની સાથે સલમાન અને કેટરીનાનો રોમાન્સ પણ જોવા મળે છે. સાથે જ પહેલી વખત સામે આવે છે કે ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ છે. ઇમરાન હાશ્મી સલમાન ખાનનું બધું જ છીનવી લેવા માટે તૈયાર છે. 

ટ્રેલરમાં સામે આવે છે કે ઇમરાન હાસમી પોતાના પરિવારનો બદલો લેવા આવ્યો છે. જોકે ઇમરાન હાશ્મી કોણ છે અને તે શા માટે સલમાન ખાનનું બધું જ છીનવવા માંગે છે તેનું સસ્પેન્સ 12 નવેમ્બરે સિનેમા ઘરોમાં ફિલ્મ જોયા પછી જ જાહેર થઈ શકશે.

આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ એક કેમિયો રોલ કરશે. રિપોર્ટ અનુસાર ફિલ્મનો આ પાર્ટ સૌથી ખાસ રહેવાનો છે. સલમાન અને શાહરુખ ખાનનો સીન શૂટ કરવા માટે કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news