'મણિકર્ણિકા' જોઈને ભાવુક થયા વહીદા અને આશા, કહી મોટી વાત

'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'એ સ્થાનિક બોક્સ ઓફિસ પર પાંચ દિવસમાં 52.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને સફળ સાબિત થઈ છે. 

'મણિકર્ણિકા' જોઈને ભાવુક થયા વહીદા અને આશા, કહી મોટી વાત

નવી દિલ્હી : કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'એ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલો વિવાદ પણ વધી રહ્યો છે. હવે બોલિવૂડની ક્વિન કંગનાને ઇન્ડસ્ટ્રીની સિનિયર એક્ટ્રેસ વહીદા રહેમાન અને આશા પારેખનો પ્રેમ પણ મળી રહ્યો છે. આ હિરોઇનોએ દિલ ખોલીને કંગનાના વખાણ કર્યા છે.

લોકપ્રિય એક્ટ્રેસ વહીદા રહેમાને કહ્યું છે કે 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી' જેવી ફિલ્મનું ડિરેક્શન કરવા માટે તેમજ શાનદાર એક્ટિંગ કરવા માટે એક્ટ્રેસ કંગના રનૌત પર મને ગર્વ છે. આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગ દરમિયાન 80 વર્ષના વહીદા રહેમાને આ નિવેદન આપ્યું ત્યારે તેમની સાથે આશા પારેખ હાજર હતા. વહીદા રહેમાને કહ્યું કે 'મેં કંગનાને આ ફિલ્મ બતાવવા માટે કહ્યું કારણ કે હું આ ફિલ્મ જોવા માટે બહુ ઉત્સાહિત હતી. મને આ ફિલ્મ બહુ પસંદ પડી છે. તેણે સારી એક્ટિંગ અને ડિરેક્શન કર્યું છે. ફિલ્મ જોઈને હું બહુ ખુશ છું અને મને તેમના પર ગર્વ છે. તેણે બહુ સરસ ફિલ્મ બનાવી છે અને શાનદાર એક્ટિંગ કરી છે.'

1960 અને 70ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રી રહી ચુકેલી આશા પારેખે કહ્યું કે ''કંગનાએ ફિલ્મ માટે આકરી મહેનત કરી અને તેણે બહુ સારું કામ કર્યું છે. તે બિલકુલ ઝાંસીની રાણી લાગી રહી હતી. મને આશા છે કે ફિલ્મ લાંબા સમય સુધી ચાલશે.''

'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'એ સ્થાનિક બોક્સ ઓફિસ પર પાંચ દિવસમાં 52.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને સફળ સાબિત થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news