જો આજે પણ નહીં જાગ્યા તો વિનાશક તોફાનો દુનિયામાં વિનાશ વેરશેઃ NASA

અભ્યાસમાં જાણવા મળ્યું કે, સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ 28 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ થઈ જતાં વિનાશક વાવાઝોડા આવે છે, નાસાનું તારણ છે કે, જળવાયુ પરિવર્તનને કારણે વિશ્વમાં ભયાનક તોફાન અને વરસાદ આવવાની સંખ્યામાં વધારો થઈ શકે છે 

જો આજે પણ નહીં જાગ્યા તો વિનાશક તોફાનો દુનિયામાં વિનાશ વેરશેઃ NASA

વોશિંગટનઃ વિશ્વમાં જળવાયુ પરિવર્તનની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે. યુએનથી માંડીને વિશ્વની તમામ મોટી સંસ્થાઓ લોકોને જળવાયુ પરિવર્તન અંગે ચેતવણી આપી રહી છે, પરંતુ દુનિયાના દેશોએ હજુ આ દિશામાં વિચારવાનું પણ શરૂ કર્યું નથી. હવે તાજેતરમાં જ નાસાએ 15 વર્ષના આંકડાના આધારે જે તારણ કાઢ્યું છે તે અત્યંત ચિંતા ઉપજાવનારું છે. 

જળવાયુ પરિવર્તનને કારણે ઉષ્ણકટિબંધીય મહાસાગરોનું તાપમાન વધવાને કારણે સદીના અંતમાં વરસાદની સાથે ભયંકર વાવાઝોડા આવવાની સંખ્યા વધી શકે છે. નાસાના એક અભ્યાસમાં આ જાણવા મળ્યું છે. અમેરિકામાં નાસાના 'જેટ પ્રોપલ્શન લેબોરેટરી'ના નેતૃત્વમાં આ અભ્યાસ હાથ ધરાયો હતો. 

તેમાં સરેરાશ સમુદ્રની સપાટીનું તાપમાન અને ગંભીર તોફાનો વચ્ચેના પ્રારંભિક સંબંધો નક્કી કરવા માટે ઉષ્ણકટિબંધીય મહાસાગરોના ઉપર અંતરિક્ષ એજન્સીના ઉપગ્રહોની મદદથી 15 વર્ષ સુધી પ્રાપ્ત થયેલા આંકડાનો અભ્યાસ કરાયો હતો. 

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવાને કારણે વિનાશક વાવાઝોડા આવે છે. 

'જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ'માં પ્રકાશિત અભ્યાસમાં એ પણ જોવા મળ્યું છે કે, સમુદ્રની સપાટીના તાપમાનના વૃદ્ધિ થવાને કારણે એક ડિગ્રી સેલ્સિયસ પર 21 ડકા વધુ તોફાન આવે છે. જેપીએલના હાર્ટમુટ ઓમેને જણાવ્યું કે, "આ એક સામાન્ય સમજ પણ છે કે, ગરમ વાતાવરણમાં વિનાશક તોફાનોની સંખ્યા વધી જાય છે. ભારે વરસાદની સાથે વાવાઝોડા સામાન્ય રીતે વર્ષના સૌથી ગરમ હવામાનના સમયગાળા દરમિયાન જ આવે છે."

ઓમેને જણાવ્યું કે, "... જોકે, આંકડાઓનો અભ્યાસ કરતાં આપણને તેનું પ્રથમ વખત પરિણામ આધારિત અનુમાન મળ્યું છે કે તે કેટલું વધી શકે છે. ખાસ કરીને ઉષ્ણકટિબંધીય મહાસાગરોના સંદર્ભમાં આ અભ્યાસ સચોટ પુરવાર થશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news