OMG! નેહા કક્કડે ચુપચાપ કરી લીધા આદિત્ય સાથે લગ્ન ? 

એક વાયરલ વીડિયોમાં નેહા કક્કડ (Neha Kakkar) દુલ્હનના જોડામાં તેમજ આદિત્ય નારાયણ (Aditya Narayan) શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.

OMG! નેહા કક્કડે ચુપચાપ કરી લીધા આદિત્ય સાથે લગ્ન ? 

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણ (Aditya Narayan)ના લગ્નના સમાચાર સોશિયલ મીડિયામાં છવાયેલા છે. આ સંજોગોમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં નેહા અને આદિત્યના લગ્ન જોવા મળે છે. આ વીડિયોમાં નેહાએ દુલ્હનના ડ્રેસમાં જ્યારે આદિત્ય શેરવાનીમાં જોવા મળ્યો હતો. 

A post shared by Neha Aditya (@_nehaaditya_) on

વીડિયોમાં હવન કુંડ પણ બનાવ્યો છે અને પંડિત મંત્રોચ્ચાર કરી રહ્યા છે. જો કે હજુ તે સ્પષ્ટ નથી કે આ લગ્ન હકીકતમાં થયા છે કે પછી શોના ફોર્મેટમાં દર્શકોના મનોરંજન માટે છે. વીડિયોમાં શોના જજ વિશાલ ડડલાની અને હિમેશ રેશમિયા પણ જોવા મળી રહ્યા છે. આ એપિસોડ હજુ પ્રસારિત થયો નથી. કહેવાય રહ્યું છે કે 14 ફેબ્રુઆરીએ આ એપિસોડ ટેલિકાસ્ટ થશે. આ અંગેની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે ઈન્સ્ટાગ્રામ પર નેહા અને આદિત્યના ફેન પેજે શેર કરી છે. હાલમાં જ એક વેબસાઈટ સાથે વાત કરતા ઉદિત નારાયણે કહ્યું હતું કે, આદિત્ય અમારો એકમાત્ર દીકરો છે. અમે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ. જો લગ્નની આ અફવા સાચી થાય છે તો અમે દુનિયાના સૌથી ભાગ્યશાળી મા-બાપ હોઈશું પરંતુ આદિત્યએ અમને આ વિશે જણાવ્યું નથી.

આ ચર્ચા વિશે ઉદિત નારાયણે કહ્યું છે કે મને લાગે છે કે નેહા અને આદિત્યના લગ્નના સમાચાર માત્ર શો Indian Idol 11ની ટીઆરપી વધારવા માટે ફેલાવવામાં આવ્યા છે. જોકે અમને નેહા પસંદ છે અને તેને વહુ તરીકે જોવાનું અમને પસંદ છે. આ શોમાં નેહા જજ છે તો આદિત્ય એન્કર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news