નિર્ભયાના દોષી વિનયને ફાંસી ટાળવાનું તિકડમ ફેલ, સુપ્રીમે અરજી નકારી કાઢી કહ્યું- તમે મેન્ટલી ફિટ છો

નિર્ભયા કેસ (Nirbhaya Case)માં વધુ એક દોષી વિનય શર્મા (Vinay Sharma)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠે દોષી વિનય શર્માની અરજીને નકારી કાઢી છે. જોકે વિનયએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારી કાઢવાના ફેંસલાને પડકાર ફેંક્યો હતો.

નિર્ભયાના દોષી વિનયને ફાંસી ટાળવાનું તિકડમ ફેલ, સુપ્રીમે અરજી નકારી કાઢી કહ્યું- તમે મેન્ટલી ફિટ છો

નવી દિલ્હી: નિર્ભયા કેસ (Nirbhaya Case)માં વધુ એક દોષી વિનય શર્મા (Vinay Sharma)ને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માંથી મોટો ઝટકો લાગ્યો છે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી પીઠે દોષી વિનય શર્માની અરજીને નકારી કાઢી છે. જોકે વિનયએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી નકારી કાઢવાના ફેંસલાને પડકાર ફેંક્યો હતો. દોષી વિનયે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું હતું કે તેમના કેસમાં રાજકરણ કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી સલાહ પક્ષપાત વાળી અને પૂર્વાગ્રહથી ગ્રસ્ત છે. 

આ પહેલાં સુપ્રીમ કોર્ટે દયા અરજીને નકાઢી કાઢવા વિરૂદ્ધ મુકેશની અરજીને નકારી કાઢી કરી દીધી હતી. આ સાથે જ જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠે રાષ્ટ્રપતિને દયા અરજીના નિર્ણય પર પોતાની મોહર લગાવી દીધી હતી. જોકે મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રાષ્ટ્રપતિની દયા અરજી નકારી કાઢવાના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. અરજીમાં 1 ફેબ્રુઆરીના ડેથ વોરન્ટ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી.  

ત્યારબાદ નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવાની માંગને લઇને દાખલ કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રી કોર્ટે ચારેય આરોપીઓને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના તે આદેશને પડકાર ફેંક્યો છે, જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે દોષીઓને અલગ-અલગ ફાંસી ન આપી શકાય. આ પહેલાં હાઇકોર્ટમાં કેન્દ્રનો પક્ષ રજૂ કરતાં સોલિસિટર જનરલ તુષારે કહ્યુંહતું કે દોષી દ્વારા જાણીજોઇને મોડું કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news