Video : તનુશ્રી પર 10 વર્ષ પહેલાં આવી રીતે થયો હતો હુમલો, કોઈએ કાઢી હવા તો કોઈએ કાર પર માર્યા કુદકા

તનુશ્રી દત્તા પર થયેલા હુમલાનો વીડિયો વાઇરલ બન્યો છે

Video : તનુશ્રી પર 10 વર્ષ પહેલાં આવી રીતે થયો હતો હુમલો, કોઈએ કાઢી હવા તો કોઈએ કાર પર માર્યા કુદકા

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા (Tanushree Dutta)નો 10 વર્ષ જુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેની કાર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. એક દાયકા જુનો આ વીડિયો ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટનો છે. હાલમાં જ તનુશ્રીએ આરોપ મૂક્યો છે કે આ ફિલ્મના સેટ પર નાના પાટેકરના વર્તનથી ત્રસ્ત થઈને તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. આ સમયે નાના પાટેકરના પોલિટીકલ ગુંડાઓએ તેના પર હુમલો પણ કર્યો હતો. 

— Abhi (@Nakshh_) October 1, 2018

આ વીડિયોમાં તનુશ્રી બેકસીટ પર બેઠી છે અને કોઈ સાથે ફોન પર વાત કરી રહી છે. તેની ગાડીને લોકોએ ઘેરી લીધી છે. કોઈ તેની ગાડીની હવા કાઢી રહ્યું છે તો કોઈ ગાડી પર કુદી રહ્યું છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. 

બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વર્ષ 2008માં ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મના સેટ પર એક્ટર નાના પાટેકરે તેની સાથે ઘણી વાર છેડછાડ કરી હતી. ત્યારે નાના પાટેકરે આ આરોપને નાકાર્યો હતો. બોલિવૂડમાં ‘#Meetooમીટૂ’ અભિયાન પર ચર્ચા ચાલી રહી છે ત્યારે તનુશ્રી દત્તાએ 10 વર્ષ જૂની ઘટનાનો ખુલાસો કર્યો અને સ્પષ્ટપણે નાના પાટેકરનું નામ લીધું હતું. આ પછી સોશિયલ મીડિયા અને અન્ય મીડિયા મંચ પર આ મામલે ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news