કોંગ્રેસનું લોકસભાની ચૂંટણી માટે મનોમંથન, જાણો ગુજરાતમાં કઇ સીટ પર કોની કેટલી મજબૂત પકડ

માં 9 બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોવાના દાવો કર્યો તો 2 બેઠકો પર કોંગ્રેસ વધુ મહેનત કરે તો જીતની શક્યતા બતાવી. 10 બેઠકો પર ભાજપ મજબૂત હોવાની સ્થિતિ રજૂ કરાઇ. 

કોંગ્રેસનું લોકસભાની ચૂંટણી માટે મનોમંથન, જાણો ગુજરાતમાં કઇ સીટ પર કોની કેટલી મજબૂત પકડ

ગૌરવ પટેલ/ અમદાવાદ: ગત બુધવારે દિલ્હીમાં મળેલી કોંગ્રેસ કોર કમિટિની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને લોકસભા બેઠકો દીઠ પ્રેઝન્ટેશન કર્યું. આ પ્રેઝન્ટેશનમાં 9 બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોવાના દાવો કર્યો તો 2 બેઠકો પર કોંગ્રેસ વધુ મહેનત કરે તો જીતની શક્યતા બતાવી. 10 બેઠકો પર ભાજપ મજબૂત હોવાની સ્થિતિ રજૂ કરાઇ. 

તો બીજી 5 બેઠકો એવી છે કે જેમાં પરિણામો બદલી શકાય તેમ છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પોતાના 11 થી 12 બેઠકો પર જીત આસાન માની રહી છે જ્યારે વધુ સારી મહેનત કરવામાં આવે તો 14 થી 16 બેઠકો જીતી શકાય તેમ છે. ખેડૂતો, બેરોજગારી, પાણી અને મોંઘવારી જેવા પ્રશ્નોથી પ્રજા પરેશાન હોવાનો સૂર કોંગ્રેસના નેતાઓ બેઠકમાં વ્યક્ત કર્યો.

જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલની આ પરિસ્થિતિથી ખુશ નથી અને તેમણે કોંગ્રેસના નેતાઓને વધુ સારી મહેનત કરીને વિધાનસભા બેઠકો પ્રમાણે સ્થિતિ સ્પષ્ટ કરવા સૂચના આપી છે. સાથે જ આ તમામ બેઠકો પર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વેગ આપવા અને પ્રજાલક્ષી મુદ્દાઓને લઇને કાર્યક્રમો ઘડી કાઢવા પણ સૂચના આપવામાં આવી છે. 

કોંગ્રેસની જીતની વધુ શક્યતા વાળી બેઠકો 
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમરેલી
સાબરકાંઠા
બનાસકાંઠા
પા઼ટણ
દાહોદ
આણંદ
પંચમહાલ

કોંગ્રેસ માટે કસોકસ હોય તેવી બેઠકો
મહેસાણા, રાજકોટ

પરિણામો બદલી શકાય તેવી બેઠકો
કચ્છ
જામનગર
પોરબંદર
છોટાઉદેપુર
ખેડા

ભાજપની પકડવાળી મજબૂત બેઠકો
અમદાવાદ પૂર્વ
અમદાવાદ પશ્ચિમ
ગાંધીનગર
સુરત
નવસારી
વડોદરા
ભાવનગર
ભરૂચ
બારડોલી
વલસાડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news