VIDEO: ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...

'માર્ગરીટા વિથ અ સ્ટ્રો' ફેઇમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટર સ્ક્રીન પર આવશે. જોકે આજે 10 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. પ્રિયંકા ચોપરા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં ચોમેરથી વખાણ થઇ રહ્યા છે. જુઓ ટ્રેલરનો વીડિયો

VIDEO: ધ સ્કાઇ ઇઝ પિંક ટ્રેલર રિલીઝ થતાં જ આવી ગયું ટોપ ટ્રેન્ડમાં, વખાણના બંધાયા પૂલ...

નવી દિલ્હી : લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) નું ટ્રેલર (Trailer) આજે રિલીઝ થયું છે. માર્ગરીટા વિથ અ સ્ટ્રો ફેઇમ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક (The Sky Is Pink) આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટર સ્ક્રીન પર આવશે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. જે એટલું બધુ દમદાર છે કે ટ્વિટર પર વર્લ્ડ વાઇડ ટ્રેડિંગમાં આવી ગયું છે. 

લાંબા સમયથી બોલીવુડથી દૂર રહેલી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ ફિલ્મથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત જાયરા વસીમ (zaira wasim), ફરહાન અખ્તર (Farhan Akhtar), રોહિત સરાફ (rohit saraf) પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર એટલું બધુ ઇમોશનલ છે કે ચોમેરથી વખાણના પૂલ બંધાઇ રહ્યા છે. 

— PRIYANKA (@priyankachopra) September 10, 2019

તમને જણાવીએ કે, આ ફિલ્મને પ્રિયંકા ચોપરા સિધ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલાએ મળીને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news