Kedarnath movie review : કેવી છે સુશાંત-સારાની 'કેદારનાથ'? સીધો અને સ્પષ્ટ રિવ્યૂ

Kedarnath movie review : કેવી છે સુશાંત-સારાની 'કેદારનાથ'? સીધો અને સ્પષ્ટ રિવ્યૂ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનને ચમકાવતી 'કેદારનાથ (Kedarnath)' આજે રિલીઝ થઈ રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની આ પહેલી ફિલ્મ છે. 'રોક ઓન' અને 'કાઇ પો ચે' જેવી ફિલ્મ બનાવનાર અભિષેક કપૂરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.  આ ફિલ્મને ત્રણ સ્ટાર જેટલું રેટિંગ આપી શકાય. 

શું છે વાર્તા?
'કેદારનાથ (Kedarnath)'ની વાર્તા ઉત્તરાખંડના કેદારનાથ ધામની છે. અહીં મંસૂર (સુશાંત સિંહ રાજપૂત) પિઠ્ઠુંનું કામ કરે છે તો પંડિતજીની દીકરી મુક્કુ (સારા અલી ખાન) પણ છે. મંસૂર અને સારાને પ્રેમ થઈ જાય છે પણ બંને વચ્ચે ધર્મભેદ છે. આ સંજોગોમાં તેમનો સંબંધ શક્ય નથી. આખરે મુક્કુના લગ્ન થઈ જાય છે અને મંસૂરને ભારે માર પડે છે. બધું વિખેરાઈ જાય છે. આખરે લાંબી રાહ જોયા પછી આવે છે કેદારનાથી પ્રાકૃતિક આપદા. આ આપદા પછી વાર્તામાં અલગ વળાંક આવે છે. 

કેવી છે એક્ટિંગ 
'કેદારનાથ (Kedarnath)'થી સારા અલી ખાને (Sara Ali Khan) બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. આ ફિલ્મમાં સારાની દમદાર એક્ટિંગ જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે તેનું ભવિષ્ય બ્રાઇટ છે. સારા એક્ટિંગ સારી કરી છે અને પડદા પર ક્યુટ પર લાગે છે. સુશાંતે મંસૂરનો રોલ બહુ સારી ભજવ્યો છે અને પાત્રને સારી રીતે આત્મસાત કર્યું છે. આ ફિલ્મમાં બીજા કોઈ પાત્રએ મજબૂત રોલ નથી કર્યો. આ ફિલ્મનું મ્યુઝિક અને ડિરેક્શન બંને એવરેજ છે. 

જોવાય કે નહીં ?
'કેદારનાથ (Kedarnath)'નો વિષય 2013માં આવેલી પ્રાકૃતિક આપત્તિ સાથે જોડાયેલો છે જેમાં લવસ્ટોરીને વણવામાં આવી છે. જોકે, સારા અલી ખાનની જોરદાર એક્ટિંગ અને સુશાંતનું હૃદયસ્પર્શી પાત્ર તેમજ મજબૂત વિષય હોવા છતાં ફિલ્મ દિલ અને દિમાગ પર ખાસ ઉંડી અસર નથી છોડતી. જોકે, સારા અને સુશાંતની ફ્રેશ કેમિસ્ટ્રી ફિલ્મને અલગ ઉંચાઈ આપે છે અને જો તમને લવસ્ટોરી જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોવાનો નિર્ણય લઈ શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news