આનંદો...હજુ ઓછા થશે પેટ્રોલ-ડીઝલના ભાવ! ભારતે ઈરાન સાથે કરી અત્યંત ફાયદાકારક ડીલ

પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોના સમૂહ (OPEC)ની બેઠક વચ્ચે ભારતે ઈરાન સાથે મોટી ફાયદાકારક ડીલ કરી છે. 

આનંદો...હજુ ઓછા થશે પેટ્રોલ-ડીઝલના ભાવ! ભારતે ઈરાન સાથે કરી અત્યંત ફાયદાકારક ડીલ

નવી દિલ્હી: પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરતા દેશોના સમૂહ (OPEC)ની બેઠક વચ્ચે ભારતે ઈરાન સાથે મોટી ફાયદાકારક ડીલ કરી છે. પહેલા એવા અહેવાલો આવી રહ્યાં હતાં કે ભારત અને ઈરાન રૂપિયામાં વ્યાપાર કરશે. આ સંલગ્નમાં ભારતે ઈરાનને ક્રુડ ઓઈલની ચૂકવણી રૂપિયામાં કરવાની ડીલ કરી છે. જેનાથી ભારતને વધુ ફાયદો થશે. ડોલરની સરખામણીમાં રૂપિયો ગગડવાથી તાજેતરમાં ભારતનું ક્રુડ ઈમ્પોર્ટ બિલ ખુબ વધી ગયુ હતું. આ કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે એક સમયે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. પરંતુ ભારત અને ઈરાન વચ્ચે આ મહત્વની ડીલ થવાથી હવે એ આશંકાઓનો અંત આવી ગયો હોય તેવું લાગે છે. 

શું ફાયદો થશે
ભારત ઈરાન પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઈલ આયાત કરે છે. અત્યાર સુધી આ આયાતનું પેમેન્ટ ડોલરમાં થતું હતું. પરંતુ હવે ભારત ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી રૂપિયામાં કરશે. તેનાથી ડોલર ચઢે કે ક્રુડ ઓઈલ મોંઘુ થવાની વધુ અસર ભારતને થશે નહીં. ઓઈલ પેદાશોની કિંમતોમાં વધુ ઊછાળો આવવાની શક્યતા નથી. 

કેવી રીતે થશે લેવડદેવડ
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદેલા છે. પરંતુ ભારત તથા અન્ય સાત દેશો આ પ્રતિબંધ હોવા છતાં ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી શકે તેવી છૂટ અમેરિકાએ આપેલી છે. ઈરાન પર આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગુ પડ્યો છે. ત્યારબાદ રૂપિયામાં ચૂકવણી માટે એમઓયુ પણ કરવામાં આવ્યો હતો. ભારતીય રિફાઈનરી કંપનીઓ, નેશનલ ઈરાનીયન ઓઈલ કંપની (NIOC)ના યુકો બેંક ખાતામાં ચૂકવણી કરશે. સૂત્રોએ જણાવ્યું કે જેમાં અડધાથી વધુ રકમ ઈરાનને ભારત દ્વારા કરવામાં આવેલી આયાતની ચૂકવણીની પતાવટ માટે રાખવામાં આવશે. 

શું છે ભારતની યોજના
ભારત ઓઈલ ખરીદે તેના બદલામાં ઈરાનને અનાજ, દવાઓ, અને ચિકિત્સા ઉપકરણોની નિકાસ કરી શકે છે. ભારતને અમેરિકા તરફથી આ છૂટ આયાત ઘટાડવા અને એસ્ક્રો ચૂકવણી  બાદ મળી છે. આ 180 દિવસની છૂટ દરમિયાન ભારત પ્રતિદિન ઈરાન પાસેથી વધુમાં વધુ 3 લાખ બેરલ ક્રુડ ઓઈલની આયાત કરી શકશે. આ વર્ષે ભારતની ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની સરેરાશ 5,60,000 બેરલ પ્રતિદિન રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news