તે મારા બાળકોનો પિતા બનવા માગતો હતો, જેલમાં ઘૂંટણીયે પડીને મને કર્યું હતું પ્રપોઝ

Jacqueline Fernandez: ચાહત કહે છે કે હું તિહારમાં છું તે જાણ્યા પછી, મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને કાર રોકવા માટે કહ્યું, પરંતુ એન્જલ મને શાંત પાડતી રહી અને હું કંઈ સમજું તે પહેલાં હું તિહાર જેલમાં હતી.

તે મારા બાળકોનો પિતા બનવા માગતો હતો, જેલમાં ઘૂંટણીયે પડીને મને કર્યું હતું પ્રપોઝ

Sukesh Chandrashekhar Case:  200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ સાથે ફસાયેલી ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાએ તાજેતરમાં ઘણા ખુલાસા કર્યા છે. ચાહતે આરોપ લગાવ્યો હતો કે સુકેશે છેતરપિંડી કરીને તેને જેલમાં મળવા બોલાવી હતી. તેણે પોતાનો પરિચય તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના ભત્રીજા તરીકે આપ્યો હતો અને જેલમાં જ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

ઈવેન્ટના નામે મને તિહાર જેલમાં લઈ જવામાં આવી હતી
ચાહતે કહ્યું, 'હું 18 મે 2018ના રોજ દિલ્હી ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર હું એક મહિલા એન્જલ ખાનને મળી હતી. જેણે કહ્યું કે તે આ કાર્યક્રમમાં મારી સાથે આવશે. અમે દિલ્હી ઉતર્યા ત્યારે શાળાએ જવા માટે કાર લીધી. થોડીવાર પછી અમે અચાનક રોકાઈ ગયા અને તેણે કહ્યું કે આપણે કાર બદલવી પડશે કારણ કે કારને શાળાની અંદર જવા દેવામાં આવશે નહીં. અમે પછી ગ્રે ઈનોવા માં બેસી ગયા અને થોડી જ સેકન્ડોમાં મને સમજાયું કે અમે તિહાર જેલની બહાર છીએ. મેં તેને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે જેલના રસ્તામાંથી શાળાએ જવું પડશે.

મને ખબર હતી કે હું ફસાઈ ગઈ હતી
ચાહત કહે છે કે હું તિહારમાં છું તે જાણ્યા પછી, મેં બૂમો પાડવાનું શરૂ કર્યું અને કાર રોકવા માટે કહ્યું, પરંતુ એન્જલ મને શાંત પાડતી રહી અને હું કંઈ સમજું તે પહેલાં હું તિહાર જેલમાં હતી.

આ વિશે વધુ વાત કરતાં ચાહતે કહ્યું, 'મને ખબર હતી કે હું ફસાઈ ગઈ છું અને મારા માતા-પિતા સાથે મુંબઈમાં રહેલા મારા બે બાળકો વિશે વિચારીને હું ગભરાઈ ગઈ હતી. કારમાંથી નીચે ઉતરતા જ અમને એક રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. મને યાદ છે કે રૂમ લેપટોપ, ઘડિયાળો અને મોંઘી લક્ઝરીથી ભરેલો હતો. દુનિયાભરની બ્રાન્ડેડ બેગ હતી. એ નાનકડા ઓરડામાં બધું ભરેલું હતું.'

સુકેશે પોતાની ઓળખ જે. જયલલિતાના ભત્રીજા તરીકે આપી હતી
રૂમમાં ચાહતનો પરિચય એક વ્યક્તિ સાથે થયો હતો. જેને પોતાની શેખર રેડ્ડી તરીકે ઓળખ આપી હતી. તેના વિશે વાત કરતાં ચાહતે કહ્યું, 'તેણે ફેન્સી શર્ટની સાથે સોનાની ચેન પહેરેલી હતી. તેણે પોતાનો પરિચય દક્ષિણની પ્રખ્યાત ટીવી ચેનલના માલિક તરીકે આપ્યો અને જયલલિતાના ભત્રીજા તરીકે પરિચય કરાવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે ચેડાં કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેલમાં તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. તેણે એમ પણ કહ્યું કે તે મારો મોટો પ્રશંસક છે અને તેણે મારો ટીવી શો "બડે અચ્છે લગતે હૈં" જોયો છે અને મને મળવા માંગે છે.

આ કેસમાં ચાહતની સાથે નોરા, જેકલીન ફર્નાન્ડીઝ, નિક્કી તંબોલી અને નેહા કપૂર જેવી અભિનેત્રીઓનું નામ પણ જોડવામાં આવ્યું છે.

સુકેશે ચાહતને જેલમાં પ્રપોઝ કર્યું હતું
ચાહતે આગળ કહ્યું, 'મેં તેને કહ્યું કે તમે મને અહીં કેમ બોલાવી છે? હું મારા 6 મહિનાના બાળકને ઘરે મૂકીને અહીં આવી છું.  અહીં કોઈ ઈવેન્ટ છે. પછી હું  સમજી શકું તે પહેલાં તે ઘૂંટણિયે પડી ગયો અને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં બૂમો પાડતાં કહ્યું હતું કે, હું પરિણીત છું અને બે બાળકો છે પરંતુ તેણે કહ્યું કે મારા પતિ મારા માટે યોગ્ય પુરુષ નથી અને તે મારા બાળકોનો પિતા બનશે. હું એટલી ડરી ગઈ હતી કે હું રડવા લાગી હતી.

એંજલે મને 'શગુન' તરીકે લગભગ 2 લાખ રૂપિયા આપ્યા
ચાહત કહે છે, 'જ્યાંથી એન્જલ અને હું સીધા એરપોર્ટ પર ગયા અને રસ્તામાં, એન્જેલે મને 'શગુન' તરીકે લગભગ 2 લાખ રૂપિયા આપ્યા હતા. આ સાથે તેણે મને એ પણ કહ્યું કે તે મને ખરેખર પસંદ કરે છે. તે સમયે હું શાંત રહી હતી કારણ કે હું ઘરે પાછી જવા માગતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news