Shweta Tiwari એ અભિનવ કોહલીનો એક હચમચાવી નાખે તેવો VIDEO શેર કર્યો, કહ્યું-હવે સત્ય સામે આવવા દો

શ્વેતા તિવારીએ એક્સ હસબન્ડ અભિનવના વીડિયોવાળા અંદાજના જવાબમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેમની સોસાયટીનું સીસીટીવી ફૂટેજ છે. જે ખુબ જ ચોંકાવનારું છે. 

 Shweta Tiwari એ અભિનવ કોહલીનો એક હચમચાવી નાખે તેવો VIDEO શેર કર્યો, કહ્યું-હવે સત્ય સામે આવવા દો

નવી દિલ્હી: અભિનેત્રી શ્વેતા તિવારી હાલ કેપ ટાઉનમાં છે અને પોતાના અપકમિંગ રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી સીઝન 11નું શુટિંગ  કરી રહી છે. જો કે એકબાજુ તેની પ્રોફેશનલ લાઈફને લઈને શ્વેતા ચર્ચામાં છે તો બીજી બાજુ તેનું અંગત જીવન પણ ચર્ચામાં છે. શ્વેતાના એક્સ  હસબન્ડે અભિનેત્રી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે જેનો જવાબ પણ શ્વેતાએ આપ્યો છે. 

CCTVમાં રેકોર્ડ થઈ હરકત
હાલમાં જ શેર કરાયેલા કેટલાક વીડિયોઝમાં અભિનવ કોહલી શ્વેતા માટે કેટલીક વાતો કહેતો જોવા મળ્યો. અભિનવે કહ્યું કે હજુ કેટલી નીચે જઈશ શ્વેતા,આ પ્રકારની તમામ વાતો વીડિયોમાં કહેવાયા બાદ હવે શ્વેતા તિવારીએ અભિનવવાળા અંદાજમાં વીડિયોના જવાબમાં એક વીડિયો શેર કર્યો છે. જો કે આ વીડિયોમાં શ્વેતા પોતાની વાત કરતી નથી પરંતુ સીસીટીવીમાં રેકોર્ડ થયેલી એક ઘટના જોવા મળી રહી છે. જે ઘણું બધુ કહી જાય છે. 

આ ફિઝિકલ એબ્યૂઝ નથી તો શું છે
વીડિયોમાં અભિનવ શ્વેતા પાસેથી તેમના બાળકને છીનવતો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં શ્વેતાએ લખ્યું કે હવે સત્ય બહાર આવવા જ દો. આ મારું બાળક છે આથી હું તેને લઈને ડરેલી રહું છું. આ ઘટના બાદ મારો પુત્ર લગભગ બે મહિના સુધી ડરમાં રહ્યો. આજે પણ તે ડરેલો રહે છે કે તેના પપ્પા તેને મળવા ઘરે આવે છે. હું મારા બાળકને આ મેન્ટલ ટ્રોમામાંથી પસાર થવા દઈ શકું નહી. હું તેને શાંત અને ખુશ રાખવાની પૂરેપૂરી કોશિશ કરું છું. પરંતુ આ માણસ પૂરેપૂરી કોશિશ કરે છે કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય બગડી જાય. જો આ ફિઝિકલ એબ્યૂઝ નથી તો શું છે?

બાદમાં ડિલિટ થઈ જશે વીડિયો
શ્વેતાએ લખ્યું કે આ સીસીટીવી ફૂટેજ તેમની સોસાયટીનું છે. વીડિયોમાં જ્યારે અભિનવ શ્વેતા પાસેથી તેમના બાળકને છીનવવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે તો તે વખતે અનેક લોકો ત્યાં ઊભા રહીને તમાશો પણ જોતા નજરે ચડે છે. અત્રે જણાવવાનું કે આ વીડિયો શેર કરતા શ્વેતાએ લખ્યું કે આ વીડિયો તેના એકાઉન્ટ પર કાયમ માટે રહેશે નહીં. ત્યારબાદ તે ડિલિટ કરી નાખશે. હવે સત્ય સામે લાવવા માટે તે આ વીડિયો શેર કરી રહી છે. આથી અમે તમને ડાઉનલોડ કરીને ફેન પેજ પર શેર કરાયેલો વીડિયો દેખાડી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news