લંડનથી કોરોના લઈને આવેલી કનિકા કપૂરે જાણો કેવી રીતે સેંકડો લોકોનો જીવ જોખમમાં મૂક્યો

દેશભરમાં કોરોના વાયરસ (corona virus) નો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. જગ્યા જગ્યા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એક બોલિવુડ (bollywood) સિંગરની લાપરવાહીને કારણે સેંકડો લોકોના જીવ ખતરામાં આવી ગયા છે. બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂર (kanika kapoor) નો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે. હવે તેના પર આરોપ છે કે, તેણે જરૂરી દિશા-નિર્દેશોનું પાલન કર્યું નથી.  
લંડનથી કોરોના લઈને આવેલી કનિકા કપૂરે જાણો કેવી રીતે સેંકડો લોકોનો જીવ જોખમમાં મૂક્યો

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોના વાયરસ (corona virus) નો ખતરો વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. જગ્યા જગ્યા પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. પરંતુ એક બોલિવુડ (bollywood) સિંગરની લાપરવાહીને કારણે સેંકડો લોકોના જીવ ખતરામાં આવી ગયા છે. બોલિવુડની ફેમસ સિંગર કનિકા કપૂર (kanika kapoor) નો કોરોના ટેસ્ટ પોઝીટિવ આવ્યો છે. હવે તેના પર આરોપ છે કે, તેણે જરૂરી દિશા-નિર્દેશોનું પાલન કર્યું નથી.  

કનિકા કપૂરનું કોરોના પોઝીટિવ આવ્યા બાદ હવે સ્વાસ્થય વિભાગ માટે મોટો માથાનો દુખાવો પેદા થયો છે. કનિકાના પિતા રાજીવ કપૂરે આ વાતને સ્વીકાર્યું કે, લંડનથી પરત આવ્યા બાદ તે અંદાજે 3-4 પાર્ટીમાં ગઈ હતી.આ દરમિયાન તે 300 થી 400 લોકોને મળી હતી. કનિકા જે ઈમારતમાં રહે છે, તે જે જે લોકોને મળી હતી, એ તમામમાં હડકંપ પેદા થઈ ગયો છે. 

કહેવાય છે કે, કનિકા લખનઉમાં 15 માર્ચના રોજ એક પાર્ટીમાં ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાર્ટી બીએસપી નેતા અકબર ડંપી તરફથી આયોજિત કરાઈ હતી અને કનિકાએ તેમાં હાજરી આપી હતી. બીજી એક પાર્ટી તેના ઘર પર અને અન્ય એક તાજ હોટલની પાર્ટીમાં તે ગઈ હતી. કહેવાય છે કે, આ પાર્ટીમં અનેક નેતાઓએ હાજરી આપી હતી. તેમાં કથિત રીતે યુપી સરકાર સાથે જોડાયેલા કેટલાક લોકો સામેલ હોવાની વાત પણ આવી રહી છે. 

सिंगर कनिका कपूर पर कोरोना का केस छुपाने का आरोप, ZEE NEWS पर दी ये सफाई

એરપોર્ટ કેવી રીતે પાસ કર્યો ટેસ્ટ
વિદેશથી આવનારા અંદાજે દરેક નાગરિકોને પહેલા ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવે છે અને તેની મેડિકલ તપાસ થાય છે. આવામાં સવાલ એ પણ થાય છે કે, વિદેશથી આવ્યા બાદ કનિકાએ કેવી રીતે ટેસ્ટ પાસ કર્યો અને કેવી રીતે તેને આઈસોલેશનમાં રાખ્યા વગર સીધા જ ઘરે જવાની પરમિશન આપી દેવાઈ. જોકે, હવે તેનો રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ તેના આખા પરિવારનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તમામને આઈસોલેશનમાં રહેવાનું કહી દેવાયું છે. કનિકાના પિતાએ એમ પણ કહ્યું કે, અમારા પરિવારમાં કુલ 6 લોકો છે, તે તમામના ટેસ્ટ કરવામાં આવશે. પરિવારના સંપર્કમાં આવેલા અન્ય લોકોએ પણ જણાવાયું છે કે, તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે. 

આખી સોસાયટી જશે ક્વોરેન્ટાઈનમાં...
કનિકા હાલમાં જ લંડનથી પરત ફરી હતી. ત્યારે કનિકાનું ઘર લખનઉના મહાનગર વિસ્તારમાં છે. તે હાલ લખનઉના કેજીએમયુ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. હવે તેનો કોરોના પોઝીટિવ આવી જતા તેની આખી સોસાયટીને ક્વોરેન્ટાઈન પ્રોસેસ અંતર્ગત 14 દિવસના આઈસોલેશનમાં રહેવુ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news