કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે (Corona virus Outbreak india) મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી.
Breaking : દેશમાં સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાર શહેરો કરાયા લોકડાઉન
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારનો આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલા બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પૂણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ બાબતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે, સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝીટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી.
Delhi CM Arvind Kejriwal: In view of the prevailing situation, we are closing down all Malls (except grocery, pharmacy and vegetable shops in them) pic.twitter.com/1Q2Th7Mkwr
— ANI (@ANI) March 20, 2020
ગત 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. શુક્રવારે જ લખનઉથી 4, મહારાષ્ટ્રથી 3, ગુજરાતથી 3, પંજાબથી 3 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 210 પર પહોંચીગ યો છે. જ્યારે કે પાંચ લોકોના મોત નિપજ્યા છે.
મોલ બંધ કરાવતા પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે તમામ સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. તો પ્રાઈવેટ ફર્મના લોકોને અપીલ કરાઈ હતી કે, તેઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રો હોમ કરવા માટે કહે.
ઉલ્લેખીનય છે કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશને સંબોધન કર્યું હતું અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી. આ ઉપરાંત રવિવારે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુથી જનતા કરફ્યૂ લગાવ્યો છે. પીએમએ આ દરમિયાન અપીલ કરી હતી કે, લોકો આ સમયમાં ઘરની બહાર જરૂર પણ ન નીકળે.
જો દિલ્હીની વાત કરીએ, તો અહીં પહેલેથી જ પર્યટન સ્થળો વધુ છે, જેઓને બંધ કરી દેવાયા છે. તો હવે મેટ્રોમાં પણ લોકો ઉભા રહીને મુસાફરી નહિ કરી શકે. સાથે જ લોકોને મેટ્રોમાં એક સીટ છોડીને બેસવાનું કહી દેવામાં આવ્યું છે. તેમજ મુસાફરોને એકબીજાથી અંતર રાખવાનું કહેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે