Shah Rukh Khan Birthday: ઝઘડા બાદ સલમાને SRK વિશે આપ્યું હતું અત્યંત વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું હતું

Shah Rukh Khan Birthday : બોલીવુડ ઈન્ડસ્ટ્રીના બે મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનનો વિવાદ ઘણો ચર્ચામાં રહેલો છે. બંનેએ પોતાની કરિયરની શરૂઆતમાં એક સાથે કામ કર્યું પરંતુ જ્યારે બંનેને સ્ટારડમ મળ્યું તો એક બીજાના દુશ્મન બની બેઠા હતા. જો કે હવે બંને વચ્ચેના સંબંધ એકવાર ફરીથી પાટા પર ચડી ગયા છે. શાહરૂખ ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે આવો જાણીએ કેટલીક અજાણી વાતો...

Shah Rukh Khan Birthday: ઝઘડા બાદ સલમાને SRK વિશે આપ્યું હતું અત્યંત વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું હતું

Shah Rukh Khan Birthday : બોલીવુડ ઈન્ડસ્ટ્રીના બે મોટા સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનનો વિવાદ ઘણો ચર્ચામાં રહેલો છે. બંનેએ પોતાની કરિયરની શરૂઆતમાં એક સાથે કામ કર્યું પરંતુ જ્યારે બંનેને સ્ટારડમ મળ્યું તો એક બીજાના દુશ્મન બની બેઠા હતા. જો કે હવે બંને વચ્ચેના સંબંધ એકવાર ફરીથી પાટા પર ચડી ગયા છે. શાહરૂખ ખાન આજે પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસે આવો જાણીએ કેટલીક અજાણી વાતો...શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે થયેલા ઝઘડા બાદ સલમાન ખાને કિંગ ખાન વિશે નિવેદન આપ્યું હતું આવો જાણીએ આખરે શું હતો આ સમગ્ર મામલો. 

સલમાને આપ્યું હતું આ નિવેદન
સલમાન ખાને શાહરૂખ ખાન સાથે ઝઘડો થયા બાદ એકવાર કહ્યું હતું કે 'એક સમય હતો જ્યારે શાહરૂખ ખાન મને સર કહીને બોલાવતા હતા, તે સમયે તેઓ સ્ટ્રેગલ કરી રહ્યા હતા. તેઓ મારા ભાઈની જેમ હતા. મેં શાહરૂખને લોકોના દરવાજે જઈને કામ માંગતા જોયા છે. હવે તેઓ સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. હવે ભગવાન જ અમને ફરીથી મિત્ર  બનાવી શકે છે જે કદાચ કયારેય નહીં થાય.' સલમાન ખાનના આ નિવેદન પર શાહરૂખ ખાને કહ્યું હતું કે 'જો સલમાન મારાથી નારાજ છે તો મારી જ ભૂલ હશે, મેં જ કઈંક કર્યું હશે.'

શાહરૂખ ખાનના રિએક્શન પર સલમાનની પ્રતિક્રિયા
શાહરૂખ ખાનના આ રિએક્શન પર સલમાન ખાને કહ્યું હતું કે 'જો શાહરૂખ ખાને માફી માંગવી હતી તો મને ફોન કરી શકે તેમ હતા, મારા ઘરે આવી શકે તેમ હતા. પબ્લિકમાં માફી માંગવાનો નિર્ણય લીધો જે મારા માટે યોગ્ય નહતો. મને ખબર હતી કે તેઓ ક્યારેય નહીં કહે કે તે રાતે શું થયું હતું.'

શાહરૂખ અને સલમાનની મિત્રતા
શાહરૂખ ખાન અને સલમાન ખાનની વચ્ચે પેચઅપ થયા બાદ શાહરૂખ ખાને કહ્યું હતું કે, 'હું તે સમયે સલમાન ખાનને બરાબર ઓળખતો નહતો. મને એ પણ ખબર નથી કે અમારી મિત્રતા ક્યારે અને કેવી રીતે થઈ. મને લાગે છે કે આ જ મિત્રતા છે. મિત્રતા ક્યારે, ક્યાં, કેવી રીતે શરૂ થઈ જાય તે વિશે કશું કહી શકાય નહીં. જ્યારે તમને ખબર ન પડે કે તે ક્યારે શરૂ થઈ તો સમજો કે તેનો અંત પણ ક્યારેય નહીં થાય.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news