પીએમ મોદીની વિનંતી પર શાહરૂખ ખાને બનાવ્યો મતદાનની અપીલ કરતો વીડિયો

બોલીવુડના તમામ કલાકારોએ લોકસભા ચૂંટણીમાં જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ બોલીવુડ સિતારાઓને આવી અપીલ કરવા વિનંદી કરી હતી. હવે તેના જવાબમાં શાહરૂખ ખાને એક વીડિયો બનાવીને અપીલ કરી હતી. 

Trending Photos

 પીએમ મોદીની વિનંતી પર શાહરૂખ ખાને બનાવ્યો મતદાનની અપીલ કરતો વીડિયો

નવી દિલ્હીઃ આ સમયે આખો દેશ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત છે. આ ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ બોલીવુડ સેલિબ્રિટિઓને ટ્વીટ કરીને તે અપીલ કરી હતી કે તે જનતાને વધુમાં વધુ મતદાન કરાવવા માટે પ્રોત્સાહિત કરે. ત્યારબાદ અમિતાભ બચ્ચન, અક્ષય કુમારથી લઈને સલમાન ખાને પણ મતદાનની અપીલ કરતા ટ્વીટ કર્યાં હતા. હવે આ યાદીમાં શાહરૂખ ખાનનું નામ પણ જોડાઇ ગયું છે. 

શાહરૂખ ખાને જનતાને ન માત્ર મતદાન કરવાની અપીલ કરી છે પરંતુ તે માટે એક શાનદાર વીડિયો પણ બનાવ્યો છે જેમાં તે રેપ કરતો જોવા મળી રહ્યો છે. શાહરૂખે આ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો છે. જુઓ વીડિયો... 

— Shah Rukh Khan (@iamsrk) April 22, 2019

શાહરૂખે વીડિયો શેર કરતા પીએમ મોદીને ટેગ કરીને લખ્યું, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી ક્રિએટિવિટી માટે બોલી રહ્યાં હતા. હું થોડો મોડો થયો વીડિયો બનાવવામાં.... તમે ન થતાં મતદાન કરવામાં. મતદાન માત્ર તમારો અધિકારી નથી પરંતુ શક્તિ છે. મહેરબાની કરીને તેનો ઉપયોગ કરો. આભાર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news