ઈરાનથી તેલ આયાત પર અમેરિકાના પ્રતિબંધની ચિંતાથી બજારમાં ભૂકંપ, સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો
મે મહિનાથી ઈરાનમાંથી તેલ આયાત કરવામાં અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને આપવામાં આવેલી છૂટ પૂરી કરવાના સમાચારોથી સોમવારે શેર બજારમાં મોટો ઘટાડો થયો હતો.
Trending Photos
મુંબઈઃ અમેરિકા દ્વારા ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી મેથી તેલ આયાત કરવામાં કોઈ છૂટ ન આપવાના સમાચારથી ડોમેસ્ટિક શેર બજાર ધરાશાયી થઈ ગયું હતું. આ સમાચારથી ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો થયો અને વિદેશી રોકાણ પ્રભાવિત થયું, જેથી સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ તો નિફ્ટી 11,600 પોઈન્ટના સ્તરથી નીચે આવી ગઈ હતી.
બીએસઈની 31 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ સેન્સેક્સ 495.10 પોઈન્ટ (1.26%)ના ઘટાડા સાથે 38,645.18 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની 50 કંપનીઓના શેરો પર આધારિત સેન્સરી ઇન્ડેક્સ નિફ્ટી 158.35 પોઈન્ટ (1.35%)ના ઘટાડા સાથે 11,594.45 પર બંધ થઈ હતી.
દિવસભરના કારોબારમાં સેન્સેક્સે 39,158.22ની ઉપલી સપાટી, જ્યારે 38,585.65ની નિચલી સપાટી વટાવી હતી. તો નિફ્ટીએ 11,727.05ની ઉપરી સપાટી તો 11,583.95ની નિચલી સપાટી વટાવી હતી. બીએસઈ પર પાંચ કંપનીઓના શેર લીલા નિશાન પર તો 26 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. એનએસઈ પર 10 કંપનીના શેરની ખરીદી તો 40 કંપનીના શેરોમાં વેચાણ જોવા મળ્યું હતું.
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે