Sexual Scene વખતે હીરો-હીરોઈને કેમ પકડાવાય છે દૂધી? પ્રાઈવેટ પાર્ટ ટચ ન થાય તેનું કઈ રીતે રખાય છે ધ્યાન?
Sexual Scene શૂટ કરતા રખાય છે કઈ બાબતોનું ધ્યાન? જાણો ફિલ્મોમાં કઈ રીતે થાય છે અંતરંગ દ્રશ્યોનું શૂટિંગ? Sexual Scene વખતે હીરો-હીરોઈને કેમ પકડાવવામાં આવે છે દૂધી? સેટ પર તકિયા, માઉથ ફ્રેશનર અને ગ્લીસરીન કેમ રખાય છે? જાણો આ તમામ રસપ્રદ બાબતો અંગેની માહિતી.
Trending Photos
વિરલ પટેલ, અમદાવાદઃ હિન્દી ફિલ્મોમાં કિસીંગ સીન કે ઈન્ટિમેટ સીન જોવા મળવા આજે સામાન્ય વાત થઈ ગયા છે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ ફિલ્મોમાં કિસીંગ સીન અને અંતરગ દ્રશ્યો દેખાડવામાં છૂટછાટ વધતી ગઈ.. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી કિસીંગ સીન શૂટ થતા હતા ત્યારબાદ પારિવારીક ફિલ્મોનો સમય ચાલ્યો. 70 થી 90 સુધીના દાયકામાં અનેક ફિલ્મોમાં કિસીંગ સીન કે બેડરૂમ સીન દર્શાવવામાં આવ્યા પરંતું તે સમયે આવા દ્રશ્યોનું શૂટ કરવું નિર્માતાઓ માટે અને તેનાથી મુશ્કેલ કામ દર્શકો માટે ટેલિવિઝન સ્ક્રીન પર જોવું ખૂબ મુશ્કેલ કામ હતું. આજે જાણીએ કે અંતરંગ દ્રશ્યો શૂટ કરવામાં કઈ બાબતોનું ધ્યાન રખાય છે.
હવે એ વિષય પર વાત કરીએ કે ફિલ્મોમાં અંતરંગ દ્રશ્યો કેવી રીતે ભજવવામાં આવે છે, ઘણીવાર આપણે ફિલ્મો જોઈએ ત્યારે મનમા સવાલ થતા હોય છે કે કલાકારો આવા દ્રશ્યો કેવી રીતે ભજવતા હશે?, શું તે વાસ્તવિકતામાં ઈન્ટિમેટ થતા હશે તો જવાબ છે ના નિષ્ણાતોના મતે સામાન્ય રીતે આવા સીન ભજવવા પણ અભિનયનો એક ભાગ છે. ઈન્ટિમેટ સીન ભજવવા માટે શૂટ લોકેશનમાં ખાસ પ્રકારની તકેદારી રખાય છે. ક્રૂના ખૂબ ઓછા લોકોને હાજર રખાય છે. હવે તો તેમાં પણ પ્રોફેશનલ એક્ઝિક્યૂટીવ રાખવામાં આવ્યા છે.
પહેલા કોઈ ઉદાહરણથી સમજીએ:
અભિનેત્રીએ કિસીંગ સીન ભજવવાની ના કહી દીધી:
સિંઘમ ફેમ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી કાજલ અગ્રવાલે તેની હિન્દી ફિલ્મ 'દો લફ્ઝો કી કહાની'માં રણદીપ હૂડા સાથે કિસિંગ સીન ભજવવાની ના પાડી દીધી હતી. શૂટિંગ દરમિયાન જ્યારે ડિરેકટર દીપક તિજોરીએ એકશન કીધું અને એકશન બોલ્યા બાદ રણદીપ આગળ વધે છે અને કાજલ પાછળ જતી રહે છે. ત્યારે ડિરેકટરે સ્ક્રિપ્ટની ડિમાન્ડના નામે અભિનેત્રીને મનાવી દીધી હતી.
બ્યૂટી શોટ્સની મદદથી ઈલ્યૂશન ક્રિએટ કરવું:
ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ Why Cheat India ના આસિસ્ટન્ટ ડિરેકટર રુદ્રભાનુ પ્રતાપસિંહ પોતાનો 4 વર્ષ જૂનો અનુભવ શેર કર્યો. તે સમયે તે FEAR FILESના ક્રિએટિવ ડિરેકટર હતા. એક એપિસોડમાં એકટરે એકટ્રેસના ક્લિવેજ પાસે કિસીંગ સીન કરવાનો હતો. અભિનેત્રીએ સીન કરવા માટે ના કહી દીધી કેમ કે તેના મંગેતરે ના કહી દીધી. આવી સ્થિતિમાં અમે ઈલ્યૂશન ક્રિએટ કર્યુ હતું અને બ્યૂટી શોટ્સથી કામ ચલાવવું પડ્યુ હતું. સિનેમેટોગ્રાફીની કેટલીક ટેકનીકનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેથી કઈ પણ ન થયું હોય તો પણ દર્શકોને લાગે ઘણુ બધુ થઈ ગયું.
બ્યૂટી શોટ્સમાં ગળે મળવું, કિસ કરવી, હાથ સાથે હાથ મળાવીને સ્પર્શ કરવો આ બધા સીન ક્રિએટ કરવા માટે કેમેરા એંગલને એ રીતે રાખવામાં આવે જેથી બોડી પાર્ટને કવર કરી શકાય. આ બધી ટેક્નીકસનો ઉપયોગ કરાય છે. કિસીંગ કે ઈન્ટિમેટ સીનમાં કોસ્ચ્યૂમનું પણ ધ્યાન રખાય છે. બેડરૂમ સીન માટે 2 કે 3 પીસ નાઈટી અભિનેત્રીને અપાય છે, જેને ઉતારતા સમયે મોમેન્ટ ક્રિએટ થઈ શકે. બેડ પર સૈટિનની બેડસીટ્સ ઉપયોગ કરવામાં આવે છે. આ સૈટિનને ઢાંકીને ખાલી ઈલ્યૂશન ક્રિએટ કરવામાં આવે છે. ઈલ્યૂશન વિશે વધારે સમજીએ તો, તમે જ્યારે ઘણી ફિલ્મોમાં જોયું હશે કે હિરો અને હિરોઈન એક ચાદરમાં લપેટાયેલા છે બંનેએ વસ્ત્રો પહેર્યા નથી પરંતું વાસ્તવિકતામાં શુટિંગ દરમિયાન આવું કઈ થતું નથી તે માત્ર ઈલ્યૂશન ટેકનિક હોય છે.
લીલી શાકભાજીને KISS કરે છે અભિનેતા-અભિનેત્રી:
વેબસિરીઝ અને સિરીયલ્સના એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસરે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે જ્યારે કોઈ એકટર કે એક્ટ્રેસને કિસીંગ સીન કરવામાં વાંધો હોય ત્યારે કોઈ શાકભાજી જેમ કે દૂધી મૂકી દેવામાં આવે છે. દૂધી લીલા રંગના ક્રોમામાં કામ કરે છે. દૂધીને હાથમાં પકડીને બંને કલાકાર દૂધીને કિસ કરે છે. ત્યારબાદ પોસ્ટ પ્રોડકશનની કામગીરી દરમિયાન દૂધી ગાયબ કરી દેવામાં આવે છે, દર્શકોને એવું લાગે કે બંને વચ્ચે કિસ થઈ છે.
દર્શકોને લાગે છે કે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ થયું પરંતુ:
તમને જાણીને નવાઈ લાગશે કે હિન્દી ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન્સ માટે કો-ઓર્ડિનેશન ટીમ કામ કરે છે. હિન્દી ફિલ્મોની પહેલી ઈન્ટિમેસી કો-ઓર્ડિનેટર તરીકે આસ્થા ખન્નાએ કામ શરૂ કર્યુ હતું. આ અગાઉ આવા કામ માટે કોઈની પસંદગી કરવામાં આવી નથી. આસ્થાએ આ કામમાં પોતાની અલાયદી ઓળખ બનાવી છે. આસ્થાએ અમેરિકાના લોસ એન્જલ્સમાં ઈન્ટિમેસી પ્રોફેશનલ એસોસિયેશન(INTIMACY PROFESSIONAL ASSOCIATION) માં ઈન્ટિમેસી કો-ઓર્ડિનેશનનો કોર્સ કર્યો.
આસ્થાએ બોલિવુડની ફિલ્મ બદલાપુર, અંધાધૂંધમાં આસિસ્ટન્ટ ડિરેકટર રહી છે. આસ્થાના મતે જેમ એકશન સીનની ગાઈડલાઈન્સ હોય એમ ઈન્ટિમેટ સીન માટે ગાઈડલાઈન હોવી જરૂરી છે. આસ્થાએ અંગ્રેજી અખબારને ઈન્ટરવ્યૂ આપ્યું હતું કે- દર્શકોને લાગે છે કે અભિનેતા- અભિનેત્રી વચ્ચે ઈન્ટરકોર્સ થયો છે, પરંતું વાસ્તવિકતામાં થયો હોતો નથી.
આસ્થા કહે છે ' ઓફિશિયલી રીતે કોઈ ગાઈડલાઈન્સ બની નથી, તો તેને ફોલો કરવામાં આવે તેનો સવાલ જ ન ઉભો થાય. હા પરંતું કેટલીક પ્રાથમિક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બંને કલાકાર વચ્ચે સીન ડિસ્કસ કરવું અને બેરિયર્સ ઉભા કરવામાં આવે છે. એક હદ નક્કી કરવામાં આવે છે જેને પાર નથી કરવામાં આવતી. અહીં કેટલાક કલાકારો જો એકબીજા સાથે વધારે કમફર્ટ ફિલ કરતા હોય તો સીનની મર્યાદા તેમના પર નક્કી થાય છે.
લે ગાર્ડ, તકીયો અને સિલિકોન પેડ્સનો થાય છે ઉપયોગ:
ઈન્ટિમેટ સીન દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બંને એકબીજાના પ્રાઈવેટ પાર્ટને ટચ ન કરે. મેલ એકટર માટે લે ગાર્ડ હોય છે. એક તકિયો અને એયરબેગ પણ રખાય છે જેથી અભિનેતા-અભિનેત્રી વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે. અભિનેત્રીઓ માટે પુશઅપ્સ પેડ, પાછળથી હિરોઈનને ટોપલેસ દેખાડવાની હોય તો આગળ પહેરવા માટે સિલિકોન પેડ હોય છે. સૌથી વધારે ખાસ હોય છે બંનેની મંજૂરી, તે બાદ જ આ પ્રકારના સીનનું શુટિંગ ફિલ્માવવામાં આવે છે.
કોન્ટેક્ટમાં ઉલ્લેખ હોય છે કે તમે ક્યા સુધી કમફર્ટ છો:
ઈન્ટિમેટ સીનને લઈ એકટર્સ માટે સૌથી મહત્વની વાત છે- કોન્ટ્રાક્ટ. હવે OTT પ્લેટફોર્મ આવી ગયા છે જેમાં વેબસિરિઝમાં આ બધું કોમન થઈ ગયું છે. ન્યૂકમર્સ સાથે વધારે મુશ્કેલી પડતી હોય છે. પીઢ અભિનેતા દિલીપ તાહીલના સૂચન પ્રમાણે કલાકારો સાથે જ્યારે સીનની ચર્ચા કરવામાં આવે ત્યારે વીડિયો રેકોર્ડ કરવામાં આવે. એકટરને અનકમફર્ટેબલ ફિલ થાય તે સ્વાભાવિક છે.
આઉટપુટ શું જોઈએ છે તે મહત્વનું:
સલમાન ખાન અને સની દેઓલ અને કરીશમા કપૂર સ્ટારર ફિલ્મ 'જીત'માં એકટ્રેસને આકર્ષિત દેખાડવા માટે પેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક જાણિતી અભિનેત્રીના મતે સાડીમાં અભિનેત્રીને સેક્સી બતાવવા માટે પેડ પહેરાવવામાં આવે છે. અભિનેત્રીનું માનવું છે કે કોઈ જો બોલ્ડ સીન કરવામાં અનકમફર્ટેબલ હોય તો માત્ર તે જ કારણથી તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે તે કારણ યોગ્ય નથી.
એકશન સીન્સની જેમ અહીં બોડી ડબલનો ઉપયોગ:
ઘણી અભિનેત્રીઓ હોય છે જે કિસીંગ સીન કે સ્મૂચ માટે તૈયાર હોય છે પરંતું ઈન્ટિમેટ સીન માટે અસહજ થઈ જતી હોય છે અથવા ના કહી દેતી હોય છે તેવામાં બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ સલમાન ખાન કે અજય દેવગનની જૂની ફિલ્મોમાં એકશન સીન ડુપ્લીકેટ કરતો હોય છે પરંતુ આપણને એવું લાગે કે એકશન સીન આ લોકોએ ભજવ્યા છે. અહીં ઈન્ટિમેટ સીનમાં એવું જ કરવામાં આવે છે તમને લાગશે કે ઈન્ટિમેટ સીન અભિનેત્રીએ આપ્યા છે પરંતું તેમા બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓછામાં ઓછા ક્રૂ મેમ્બર રખાય છે શૂટમાં:
ફિલ્મોમાં ઈન્ટિમેટ સીનના શુટિંગ દરમિયાન ખૂબ ઓછા ક્રૂ મેમ્બર રાખવામાં આવે છે. વધારે લોકો હોય ત્યારે કલાકારો કમફર્ટેબલ હોતા નથી. ડાયરેકટર, DOP અને બહુ ઓછા ક્રૂ મેમ્બર હોય છે. ઘણા કિસ્સાઓમાં ડાયરેકટર પોતે હાજર રહેતા નથી. શુટિંગ થયા બાદ ડાયરેકટર શૂટનો વીડિયો જુએ છે અને જરૂરી સુધારા સૂચન કરતો હોય છે. નિષ્ણાતોના મતે હવે હિન્દી ફિલ્મો કે વેબસિરીઝોના શુટિંગ દરમિયાન પ્રોફેશનલી રીતે ઈન્ટિમસી ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવે જેથી કલાકારોને અસહજ ન અનુભવવું પડે અને વાર્તાને સ્ક્રીન પર સારી રીતે રજૂ કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે