સંસદીય કામકાજથી ખુશ નથી CJI રમના, ચિંતા વ્યક્ત કરતા બોલ્યા- હવે યોગ્ય ચર્ચા વગર પાસ થાય છે કાયદા

સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો. 
 
સંસદીય કામકાજથી ખુશ નથી CJI રમના, ચિંતા વ્યક્ત કરતા બોલ્યા- હવે યોગ્ય ચર્ચા વગર પાસ થાય છે કાયદા

નવી દિલ્હીઃ મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (CJI NV Ramana) એ સંસદીય ચર્ચાના નીચે આવી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી. ચીફ જસ્ટિસે કહ્યુ કે, પહેલા સંસદની અંદર થનારી ચર્ચા ખુબ સમજદારી ભરેલી, સકારાત્મક થતી હતી. ત્યારે કોઈપણ કાયદા પર સારી રીતે ચર્ચા થતી હતી.. હવે ખેદજનક સ્થિતિ છે. તેમણે કહ્યું કે, ''હવે આપણે કાયદામાં ઘણું અંતર જોઈએ છીએ, કાયદા બનાવવામાં ઘણી અનિશ્ચિતતા છે'' 75માં સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં બોલતા ચીફ જસ્ટિસે સંસદને લઈને આ ટિપ્પણી કરી છે. 

સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો. 

— ANI (@ANI) August 15, 2021

'અમે જાણતા હતા કે કાયદો કેમ બનાવવામાં આવ્યો'
ચીફ જસ્ટિસે કહ્યુ કે, પહેલા સંસદમાં સમજી અને સકારાત્મક ચર્ચાઓ થતી હતી, જેનાથી અદાલતને કાયદાની પાછળના ઉદ્દેશ્ય અને નીયત સમજવામાં મદદ મળતી હતી. તેમણે ઔદ્યોગિક નિવારણ કાયદાના સમયમાં સંસદીય ચર્ચાનું ઉદાહરણ આપ્યું જેમાં તમિલનાડુના એક સભ્યએ વિસ્તારથી તેના પર ચર્ચા કરી હતી. સીજેઆઈએ કહ્યુ કે, તેનાથી અદાલતો પર કાયદાની વ્યાખ્યા કે તેને લાગૂ કરવાનો ભાર થોડો ઓછો થાય છે, કારણ કે અમને ખ્યાલ રહેતો હતો કે કાયદો બનાવવાની પાછળ સંસદનો ઉદ્દેશ્ય શું છે. 

ચીફ જસ્ટિસે કહ્યુ કે, સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ મોટાભાગના વકીલોના હાથમાં રહ્યું. તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરેના નામ પણ લીધા હતા. સીજેઆઈએ કહ્યુ કે, તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યુ અને આપણે આઝાદી અપાવી. જો તમે પ્રથમ લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાનું માળખું જોશો તો તમને મોટે ભાગે વકીલો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news