સલમાનને એક ભૂલ ભારે પડી ગઈ! અત્યાર સુધી કુંવારા રહી ગયા, જો જો..તમે પણ ભૂલેચૂકે ન કરતા આવું

Happy Birthday Salman Khan: સલમાન ખાને દાયકાઓ પહેલા એક એવી ભૂલ કરી નાખી કે જાણે તેમની કુંડળીમાંથી લગ્નનો યોગ જ જાણે ગાયબ થઈ ગયો! આ એક એવી  ભૂલ છે જે દરેકે પોતાના જીવનમાં કરતા બચવું જોઈએ. 

સલમાનને એક ભૂલ ભારે પડી ગઈ! અત્યાર સુધી કુંવારા રહી ગયા, જો જો..તમે પણ ભૂલેચૂકે ન કરતા આવું

બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. તેઓ 58 વર્ષના થયા. બોલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર ગણાતા સલમાન ખાન હવે તો જો કે 60 વર્ષની નજીક છે. પરંતુ તેમનું સુપર સ્ટારડમ અને પોપ્યુલારિટી ઓછી થવાની જગ્યાએ અનેક વર્ષોથી પીક પર છે. ભાઈજાનની આ ફેમ એી છે જેને મેળવવા માટે અનેક લોકો સપના જોતા હોય છે. પરંતુ તેને સાકાર કરવું એ દરેકના હાથની વાત નથી. 

સ્ટારડમની સાથે સલમાન ખાનના જીવનમાં અનેક યુવતીઓ પણ આવી. તેમને બાળકો ખુબ ગમે છે. તે બીજાના હોય કે પરિવારના પરંતુ તેમની સાથે એન્જોય કરતા જોવા મળે છે. જો કે તેમણે દાયકાઓ પહેલા એક એવી ભૂલ કરી નાખી કે જાણે તેમની કુંડળીમાંથી લગ્નનો યોગ જ જાણે ગાયબ થઈ ગયો! આ એક એવી  ભૂલ છે જે દરેકે પોતાના જીવનમાં કરતા બચવું જોઈએ. 

કાર્ડ છપાઈ ગયા હતા!
બધા જાણે છે કે જો કોઈ યુવતી સાથે સલમાન ગંભીર સંબંધમાં બંધાયા અને લગ્નના મુકામ સુધી પહોંચ્યા તો તે સંગીતા બીજલાણી છે. બંનેને પ્રેમ થયો, એકરાર થયો, બંનેના પરિવારવાળા માની ગયા અને કાર્ડ પણ છપાઈ ગયા. પરંતુ સલમાન ખાન નાદાનીમાં એક એવું પગલું ભરી બેઠા કે સંગીતાએ લગ્ન તોડી નાખવાનો નિર્ણય લઈ લીધો. 

વાત જાણે એમ છે કે કોફી વિથ કરણમાં વાતચીત કરતા જ્યારે ફિલ્મમેકરે સવાલ પૂછ્યો કે શું સલમાન ખાનને ચીટ કરતા સંગીતાએ રંગે હાથ પકડ્યો હતો તો તેના પર અભિનેતાએ હોકારો ભરતા કહ્યું હતું કે 'હાં કઈક એવું જ. હું પકડાઈ ગયો, હું બેવકૂફ છું.' તેના દ્વારા સલમાને જાણે માની લીધુ કે  લગ્ન સુધી વાત પહોંચવા છતાં પણ તેમણે કોઈ અન્ય સાથે નીકટતા વધારી અને પકડાઈ ગયા. 

જ્યારે કોઈ પ્રેમમાં પડે છે અને જીવનભર સાથે રહેવાના વચન આપે છે પછી જો દગાનો ભોગ બને તો વિશ્વાસ કરવું મુશ્કેલ બને છે. જેણે વિશ્વાસ તોડ્યો હોય તેની સાથે રહેવું પણ મુશ્કેલ બની જાય છે. આવું જ કઈક સંગીતા બિજલાણી સાથે બન્યું. તેણે તેના ભાવિ પતિને કોઈ બીજા સાથે પકડ્યા તો ત્યારબાદ અસર સીધી લગ્ન પર થઈ અને લગ્ન તૂટ્ાય અને સાથે સાથે સલમાન ખાનના જીવનમાં સાચી મોહબ્બત પણ જાણે અટકી ગઈ. 

સલમાન ખાને રજત શર્મા સાથે એક ઈન્ટરવ્યુમાં પણ પોતાના ડર વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે જ્યારે પહેલી, બીજી અને ત્રીજી ગર્લફ્રેન્ડ તેમને છોડીને જતી રહી. ત્યારે તો તેમને એવું લાગ્યું કે તે બધામાં કમી હતી. પરંતુ ચોથા કેસ બાદ તેમને માનમાં શક થવા લાગ્યો. પાંચમી વાર જ્યારે આવું બન્યું તો તેમને લાગ્યું કે 60 ટકા તેમની અને 40 ટકા ગર્લફ્રેન્ડની ભૂલ હતી. જો કે ત્યારબાદ પણ જ્યારે બ્રેકઅપ ચાલુ રહ્યા તો તેમને ખાતરી થઈ ગઈ કે ભૂલ તેમની જ છે. કોઈ પણ એક્સની ભૂલ નથી. 

પ્રેમને જ્યારે હળવાશમાં લેવામાં આવે અને મનમાં એવું બંધાઈ જાય કે આ સંબંધ તૂટ્યો તો કોઈ બીજો વિકલ્પ તો છે જ. ત્યારે આવી સ્થિતિમાં મૂવ ઓન કરવું સરળ બનતું હોય છે. પરંતુ જ્યારે આ સર્કલ વારંવાર ચાલુ રહે તો વ્યક્તિ પોતે જ કોઈ અન્ય માટે વિકલ્પ બનીને રહી જાય છે. આટલી ફેલિયર બાદ તેના ઉપર કોઈ ફૂલ કમિટમેન્ટનો વિશ્વાસ કરી શકતા નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને પોતાના પર જ શક થવા લાગે છે કે શું તે કોઈના માટે કમિટ થઈ શકે કે નહીં? તે લગ્નથી ખચકાવવા લાગે છે અને પ્રેમ હોય તો પણ તેને સીરિયસ સ્ટેજ પર લઈ જતા અટકે છે. આ કારણે તેના જીવનથી વારંવાર સાચો પ્રેમ  દૂર થતો જાય છે અને તેના દિલના ખાલીપણાને કોઈ ભરી શકતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news