પતિ જાય એટલે પત્નીઓ પ્રેમી સાથે રમવા લાગે છે 'અડકોદડકો', ગુજરાતના આ શહેરોને લાગ્યો ચેપ!
Love Relationship: ગુજરાત સતત વધી રહ્યો છે લગ્નેતર સંબંધોનો ટ્રેન્ડ. આ મામલો ચિંતાજનક સાબિત થઈ શકે છે. લગ્નના થોડા સમય બાદ જ ભાંડો ફૂટતા આવે છે છૂટાછોડાની નોબત. આવું કેમ થાય છે તેના કારણો પણ જાણી લઈએ.
Trending Photos
Extra Marital Affair: બદલાતા સમયની સાથે લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ છે. ગામડાંઓમાંથી લોકો મોટા શહેરોમાં આવી ગયા છે. એમાંય મેગાસિટી અને મેટ્રોપોલીટન સિટીની કોસ્મોપોલિટન લાઈફસ્ટાઈલે સંબંધોનું ધનોતપનોત વાળીને મુકી દીધું છે. પુરુષોની રંગરેલિયોના કિસ્સાઓ તો અનેકવાર સામે આવતા રહે છે, પણ હવે કેટલાંક કિસ્સાઓમાં પરણિત મહિલાઓ પણ આડેપાટે ચઢી ગઈ હોય તેવું જોવા મળે છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી પરણિત મહિલાઓમાં અન્ય પુરુષો સાથે દોસ્તી અને શારીરિક સંબંધ બાંધવો અને બન્ને વચ્ચે અફેર ચાલવું આ એક નવો અને ઘાતક ટ્રેન્ડ બની ગયો છે.
ગુજરાતના આ શહેરોમાં કેમ આડાપાટે જઈ રહી છે કેટલીક પરણિત મહિલાઓ? શું ગુજરાતના આ શહેરોને લાગ્યો છે કોઈ ચેપ? ઘણીવાર તો અમુક કિસ્સાઓમાં પતિનો પૈસાદાર ભાઈબંધ જ ઘરે આવીને ભાભીને લઈ જાય છે 'અડકોદડકો રમવા'! સભ્ય સમાજ માટે આ બાબત ખુબ ચિંતાજનક છે. અમારો પ્રયાસ ગુજરાતની અસ્મિતાને ઠેર પહોંચાડવાનો કે મહિલાઓના અપમાનનો સહેજ પણ નથી. જે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે આ માત્ર તેનો ચિતાર છે.
ઘણાં ખરાં કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છેકે, અહીં તમારા ઘરમાં આવતો તમારો મિત્ર એટલેકે, તમારો ભાઈબંધ જ તેની ભાભી એટલેકે, તમારી પત્ની સાથે ચક્કર ચલાવતો હોય તેવા કિસ્સાઓ પણ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ફેમિલી કોર્ટમાં જઈને તપાસ કરવામાં આવે તો રોજ આવા ઢગલાબંધ કિસ્સા સામે આવતા હોય છે. આ બાબત એક ચિંતાનો વિષય છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસનું ખુબ મહત્વ છે. જ્યારે બંનેમાંથી એક વ્યક્તિનો પગ વિશ્વાસના કુંડાળામાંથી બહાર પડી જાય પછી પરિવારનું ધનોત પનોત નીકળતા વાર લાગતી નથી. ગુજરાતમાં પરણિત મહિલાઓમાં કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ? જાણો ખાસ અહેવાલ.
ક્યારેક તો બાળકો ઉપર પણ તેની માઠી અસર જોવા મળતી હોય છે. ગરવી ગુજરાતમાં એક એવી ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના વિશે ચર્ચા કરવી જરૂરી બની જાય છે. રાજ્યમાં એક હેલ્પલાઈન નંબર પર આવતી લગ્નેત્તર સંબંધો સંલગ્ન ફરિયાદોમાં અચાનક અઢી ગણો વધારો જોવા મળ્યો છે. કોવિડ કાળથી આ ટ્રેન્ડ વધવાનો શરૂ થયો છે અને એમા પણ તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મોટા શહેરોમાં આ ટ્રેન્ડ ખુબ પ્રસરી રહ્યો છે. એમ કહો કે હવે શહેરોને આ નવો ચેપ લાગ્યો છે તો પણ અતિશયોક્તિ નથી. હવે ધીરે ધીરે ગાંધીનગર પણ એ કતારમાં આવી રહ્યું છે.
લગ્નેત્તર સંબંધના આ ટ્રેન્ડમાં તેજી કેમ જોવા મળી રહી છે તેની પાછળનું કારણ પણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જે ઝડપથી વધી રહ્યો છે તેટલું જ ઝડપથી આ સમસ્યાઓમાં તેજી જોવા મળી રહી છે. નવી નવી ડેટિંગ એપ આવી રહી છે. આ એપ દ્વારા ઘરની ચાર દિવાલોમાંથી બહાર જઈને ખુશીઓ મેળવવાની તલબ વધી રહી છે.
'અભયમ'ના આંકડા ચિંતાજનક-
વર્ષની શરૂઆતમાં મહિલા હેલ્પલાઈન 181 અભ્યમના જે આંકડા સામે આવ્યા હતા તે ચોંકાવનારા છે. હવે તો વર્ષ પુરુ થવાને આરે છે. પણ વર્ષની શરૂઆતમાં સામે આવેલાં આંકડાં મુજબ હેલ્પલાઈન પર દરેક કલાકે કોઈ એક એક્સ્ટ્રા મેરિટલ અફેર સંલગ્ન કેસ રેકોર્ડ થઈ રહ્યો છે. 2018થી 2022 દરમિયાન હેલ્પલાઈન પર આવનારી ફરિયાદોમાં તેજીથી વધારો જોવા મળ્યો છે. 2018માં હેલ્પલાઈન પર આ પ્રકારની 3837 ફરિયાદો જોવા મળી હતી જ્યારે ગત વર્ષ એટલે કે 2022માં આ સંખ્યા વધીને 9382 પર પહોંચી ગઈ. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેત્તર સંબંધોમાં અઢી ગણો વધારો જોવા મળ્યો. વર્ષના અંતે જો નવા આંકડાઓનો સર્વે કરીશું તો એ આંકડા અગાઉ કરતા ઘણો મોટો હોઈ શકે છે.
આ કારણો જવાબદાર?
ઘરેલુ હિંસા અને યૌન શોષણ બાદ સૌથી વધુ રિકોર્ડ થનારા કેસ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ સંલગ્ન હોય છે. આ સાથે જ આવા કેસ ગુજરાતના એવા ચાર શહેરોથી સામે આવી રહ્યા છે જેની ગણતરી મોટા શહેરોમાં થાય છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સામેલ છે. આંકડા મુજબ વર્ષ 2022માં જે 9382 અફેર સંલગ્ન કેસ નોંધાયા તેમાંથી 4426 કેસ આ ચાર શહેરોમાંથી છે. બદલાતી જતી લાઈફ સ્ટાઈલ, વધુ પડતા મોજશોખ, વધુ પડતી આઝાદી, સ્વચ્છંદ જિંદગી, જોબ, એસ્ટ્રા ઈન્કમ, પાર્ટનરને બદલે બીજી વ્યક્તિ પાસેથી મળતી વધારાની ટેકિંગ કેર અને હૂંફ, સોશિયલ મીડિયાનું ચેટિંગ, આપણે ઉભી કરેલી મોંઘી લાઈફસ્ટાઈલ અને તેની જરૂરિયાત પુરી કરવા મજબૂરી.
ડેટિંગ એપ પણ કારણભૂત!
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ડેટિંગ એપ્સનું પ્રભુત્વ પણ વધી રહ્યું છે. ગત વર્ષ કોવિડ કાળ બાદ આ પ્રકારની એપની સંખ્યા એકદમ ઝડપથી વધવા લાગી. આ સિવાય સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ખુબ ઝડપથી વધી રહ્યો છે. જેના દ્વારા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વધી રહ્યા છે. અનેક સંબંધોમાં પરિવારના જ કોઈ નીકટના સભ્ય, વર્કિંગ પ્લેસમાં કોઈ કો વર્કર, મિત્ર કે ઓનલાઈન ફ્રેન્ડ સાથે વાત વાતમાં નીકટતા વધી જાય છે. ત્યારબાદ જ્યારે આ સંબંધોમાં સમસ્યાઓ ઊભી થાય ત્યારે મદદ માટે આ મહિલાઓ હેલ્પલાઈન નંબરો પર કોલ કરે છે જેનાથી આ સમગ્ર વિગતોનો ચોંકાવનારો ખુલાસો થાય છે.
(Disclaimer: અમારો પ્રયાસ ગુજરાતની અસ્મિતાને ઠેર પહોંચાડવાનો કે મહિલાઓના અપમાનનો સહેજ પણ નથી. જે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે આ માત્ર તેનો ચિતાર છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે