Sonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન

Sonakshi Sinha Wedding: હવે સોનાક્ષી સિંહાના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કરી દીધી છે. પૂનમ ઢિલ્લોને સોનાક્ષી સિંહાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે. 

Sonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન

Sonakshi Sinha Wedding: છેલ્લા ઘણા દિવસોથી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નની વાતો સતત ચર્ચામાં છે. સોનાક્ષી સિંહાના લગ્ન પર શત્રુઘ્ન સિંહા સહિત તેના ભાઈઓએ પણ કન્ફર્મેશન આપ્યું નથી. પરંતુ હવે સોનાક્ષી સિંહાના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કરી દીધી છે. પૂનમ ઢિલ્લોને સોનાક્ષી સિંહાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે. 

પૂનમ ઢિલ્લોને જ્યારે સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે સોનાક્ષીને લગ્ન માટે શુભેચ્છા આપે છે તેણીએ ખૂબ જ સુંદર ઇન્વાઇટ મોકલ્યું છે. તે સોનાક્ષી ને ત્યારથી જાણે છે જ્યારે તે નાનકડી બાળકી હતી અને તેણે તેની જર્ની જોઈ છે. સાથે જ તેણે ઝહીરને ખાસ મેસેજ પણ આપ્યો છે કે સોનાક્ષી તેમને ખૂબ જ વ્હાલી છે અને તેના માટે ખાસ તેથી તેને ખુશ રાખે. 

મહત્વનું છે કે શત્રુઘ્ન સિંહાને જ્યારે સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે આ લગ્નની પુષ્ટિ પણ કરતા નથી કે ખંડન પણ કરતા નથી સમય આવે ત્યારે બધું જ ખબર પડશે. સાથે જ તેણે ઉમેર્યું કે સોનાક્ષી તેની એકની એક દીકરી છે અને તેના દિલની નજીક છે. તે એક પ્રાઉડ ફાધર છે અને જો તેની દીકરી લગ્ન કરી રહી છે તો તે દિલથી આશીર્વાદ આપશે અને તેના નિર્ણયનું સમર્થન કરશે. શત્રુઘ્ન સિંહાએ એમ પણ જણાવ્યું કે સોનાક્ષી સિંહાને તેનો પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. સોનાક્ષીના લગ્નમાં સૌથી વધારે ખુશ તેના પિતા જ હશે.

જે ચર્ચાઓ થઈ રહી છે તેનું માનીએ તો ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષી સિંહા લગ્ન કરવા જઈ રહી છે. તેમના લગ્નનું એક આમંત્રણ પણ લીક થયું છે. બંને મુંબઈમાં 23 જૂને લગ્નની પાર્ટી આપી રહ્યા છે. જો કે આ અંગે સોનાક્ષી સિંહા કે તેના પરિવાર તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news