Ganga Dussehra 2024: 16 જૂને ગંગા દશેરાથી આ રાશિઓ માટે બદલશે સમય, 3 રાજયોગ ધનથી ભરી દેશે તિજોરી

Ganga Dussehra 2024: ગંગા દશેરાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને હસ્ત નક્ષત્ર હશે. આ સિવાય આ દિવસે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનું મિલન થશે અને ત્રિગ્રહી યોગ પણ સર્જાશે. સાથે જ બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે. ગંગા દશેરાના દિવસે એક સાથે આટલા શુભ યોગનું નિર્માણ દાયકાઓ પછી થઈ રહ્યું છે.

Ganga Dussehra 2024: 16 જૂને ગંગા દશેરાથી આ રાશિઓ માટે બદલશે સમય, 3 રાજયોગ ધનથી ભરી દેશે તિજોરી

Ganga Dussehra 2024: હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર ગંગા નદી ધરતી પર અવતરિત થઈ હતી. ગંગા નદીના વેગથી ધરતીને નુકસાન ન થાય તે માટે પહેલા શિવજીએ ગંગાજીને પોતાની જટાઓમાં સ્થાન આપ્યું. ત્યાર પછી શિવજીની જટામાંથી ગંગાજી ધરતી પર પ્રવાહિત થયા. આ દિવસ જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમી હતી. તેથી દર વર્ષે આ તિથિને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. 

આ વર્ષે ગંગા દશેરા 16 જૂને ઉજવવામાં આવશે. જોકે આ વર્ષની ગંગા દશેરા કેટલાક રાજયોગના કારણે વિશેષ બને છે. ગંગા દશેરાને દિવસે ગ્રહોના કારણે ઘણા રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ 4 રાશિના લોકોને જબરદસ્ત ફાયદો કરાવશે. 

ગંગા દશેરાના શુભ યોગ  

ગંગા દશેરાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને હસ્ત નક્ષત્ર હશે. આ સિવાય આ દિવસે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનું મિલન થશે અને ત્રિગ્રહી યોગ પણ સર્જાશે. સાથે જ બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે. ગંગા દશેરાના દિવસે એક સાથે આટલા શુભ યોગનું નિર્માણ દાયકાઓ પછી થઈ રહ્યું છે. જેના કારણે 16 જૂનથી કેટલીક રાશીના લોકોના જીવનમાં પણ ગોલ્ડન પિરિયડ શરૂ થશે. કારણકે આ રાજયોગ આ રાશિના લોકોને લાભ કરાવશે. 

મેષ રાશિ 

જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. ધન સંપદા મળવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં અપાર સફળતા મળશે. કરિયર ગ્રોથ માટે અતિ ઉત્તમ સમય. 

મિથુન રાશિ 

કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી જે કામ અટકેલું છે તે પૂરું થશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. માન સન્માન વધશે. અધ્યાત્મમાં રુચિ વધશે. જીવનમાં ધન વિલાસતા વધશે. 

મકર રાશિ 

જીવનની સમસ્યાઓ અને ચિંતાથી મુક્તિ મળશે. મન પ્રસન્ન રહેશે. માનસિક શાંતિ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. 

કુંભ રાશિ 

ભૌતિક સુખમાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. બેરોજગારને રોજગાર મળશે. પ્રગતિ થશે. રોકાણથી લાભ થશે. ધર્મ કર્મમાં રુચી વધશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news