PM મોદીએ 'કુલી નંબર 1'ની આખી ટીમને જાહેરમાં આપી જબરદસ્ત શાબાશી કારણ કે...

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 'મન કી બાત' દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત કરી હતી.

PM મોદીએ 'કુલી નંબર 1'ની આખી ટીમને જાહેરમાં આપી જબરદસ્ત શાબાશી કારણ કે...

નવી દિલ્હી : હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 'મન કી બાત' દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. પીએમ 2 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં આ વિશે અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. આ સંજોગોમાં વરૂણ ધવન (Varun Dhawan) અને સારા અલી ખાન (Sara Ali Khan)ની ફિલ્મ કુલી નંબર 1 (Coolie No 1)ની ટીમે આ અભિયાન અંતર્ગત પોતાના સમગ્ર સેટને સંપૂર્ણ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરી દીધો. કુલી નંબર 1ની ટીમના આ પ્રયાસને પીએમ મોદીને જાહેરમાં વખાણ્યો છે. 

વરુણ ધવનની ટીમ અને ક્રૂએ પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલની બોટલ્સ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટોમાં વરુણ અને કો-સ્ટાર સારા અલી ખાન વચ્ચોવચ જોવા મળે છે. વરૂણે 1 સપ્ટેમ્બરના રોજ આ ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. સાથે જ તેણે જાહેરાત કરી હતી કે તેની ફિલ્મ કૂલી નંબર 1ના સેટ પર હવે પ્લાસ્ટિકની બોટલ નહિ વપરાય. વરુણ ધવનના ટ્વીટનો વડાપ્રધાન મોદીએ જવાબ આપતા કૂલી નંબર 1ની ટીમના વખાણ પણ કર્યા હતા. તેમણે આનંદ દર્શાવ્યો હતો કે ફિલ્મ વર્લ્ડ હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવામાં યોગદાન આપશે.

— Narendra Modi (@narendramodi) September 12, 2019

વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ રોકવાની વાત કરી છે. વરુણ ધવન પહેલા સલમાન ખાન પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાનો મેસેજ ચાહકોને આપી ચૂક્યો છે. સલમાને એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે વાંદરાને પ્લાસ્ટિકની બોટલમાં પાણી ઑફર કરતો દેખાય છે અને વાંદરો આ બોટલનું પાણી પીવાની ના પાડી દે છે. સલમાન આ પાણી ગ્લાસમાં કાઢે છે અને વાંદરો તરત જ પી જાય છે. આ વીડિયો પોસ્ટ કરી સલમાને લોકોને પ્લાસ્ટિકની બોટલનો વપરાશ અટકાવવાનો સંદેશો આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news