હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ

ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે.

હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સુરક્ષા દળોને આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઈન ઓફ કંટ્રોલ પાસે પાણીના રસ્તે પેટ્રોલિંગ વધારવાનું કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિભિન્ન લોન્ચ પેડ્સ પર રબરની નાની બોટ જોઈ છે. ગુપ્તચર એજન્સીનો દાવો છે કે પાકિસ્તાની આતંકીઓ પાણીના રસ્તે રબરની આ નાનકડી બોટ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે. 

જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 13 નાના પાણીના રસ્તાઓને રેખાંકિત કરાયા છે. જેમાં અખનૂર, સાંબા અને કઠુઆ સામેલ છે. આ ઉપરાંત કાશ્મીરના ગુરેજ સેક્ટરને પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવેલ છે. 

એવા સમાચાર છે કે આતંકીઓ ઘૂસણખોરી માટે કૃષ્ણા ઘાટીના રસ્તાનો પણ ઉપયોગ કરી શકે છે. 2011માં પણ આતંકવાદીઓએ એ જ રીતે ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી જેને નિષ્ફળ બનાવવામાં આવી હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે અગાઉ પણ ગુપ્તચર એજન્સીઓ દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવેલ હતું કે સમુદ્રી માર્ગનો ઉપયોગ આતંકીઓ કરી શકે છે પરંતુ હવે એજન્સીઓએ એ પણ ચેતવણી આપી છે કે આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પાસે નાના જળમાર્ગોનો પણ ઉપયોગ કરી શકે છે. 

સમુદ્રના રસ્તે ભારતમાં દાખલ થવાની ફિરાકમાં 50 આતંકીઓ
આતંકીઓ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે અલગ અલગ તરકીબો પર કામ કરી રહ્યાં છે. સરહદ પર સેનાની ચોક્કસાઈ બાદ આતંકીઓ હવે સમુદ્રી રસ્તે ભારતમાં દાખલ થવાની ફિરાકમાં છે. બીએસએફના સૂત્રોના હવાલે એવી માહિતી છે કે જૈશ એ મોહમ્મદના આતંકીઓ સમુદ્રી રસ્તે ભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જૈશના 50 આતંકીઓનું એક ગ્રુપ પાકિસ્તાનમાં ખાસ ડીપ સી ડાઈવિગની ટ્રિનિંગ લઈ રહ્યું છે. આ આતંકીઓને સમુદ્રમા તહેનાત સુરક્ષા દળો પર હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news