Pathaan Trailer: દુબઈમાં બુર્જ ખલીફા પર પ્લે થયું શાહરૂખ ખાનની ફિલ્મનું ટ્રેલર, ઝૂમી ઉઠ્યા 'પઠાણ'

Shah Rukh Khan: દુબઇના બુર્ઝ ખલીફા પર પઠાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. તે સમયે શાહરૂખ ખાન પણ હાજર હતો. સોશિયલ મીડિયા પર બુર્ઝ ખલીફાની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ પઠાણના રંગે રંગાયેલી જોવા મળી રહી છે.

Pathaan Trailer: દુબઈમાં બુર્જ ખલીફા પર પ્લે થયું શાહરૂખ ખાનની ફિલ્મનું ટ્રેલર, ઝૂમી ઉઠ્યા 'પઠાણ'

SRK Pathaan Trailer on Burj Khalifa: ફિલ્મ 'પઠાણ'ના હળવા વિવાદ વચ્ચે હવે ફિલ્મના રસિયાઓ આ ફિલ્મની રિલિઝની પણ રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ સાથે કિંગ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરવા જઇ રહ્યો છે. ત્યારે ભારતની સાથે સાથે હવે દુબઇમાં પણ પઠાણ ફિલ્મની ચમક જોવા મળી રહી છે. રાત્રિના સમયે દુબઇની બુર્ઝ ખલીફા પઠાણના ટ્રેલરથી ઝળહળી ઉઠી હતી ફિલ્મ પઠાણનું ટ્રેલર રીલિઝ થયા બાદ ધૂમ મચાવી રહ્યું છે. શાહરૂખ ખાનનો એક્શન અવતાર જોઇને તેના ફેન્સ ખુશ થઇ રહ્યા છે. હવે ભારતની સાથે દુબઇમાં પણ પઠાણને લઇને ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ટ્રેલર બુર્જ ખલીફા દુબઈ પર ચલાવવામાં આવ્યું હતું. બુર્જ ખલીફા પર બોલિવૂડ કલાકારોની ફિલ્મોના ટ્રેલર બતાવવામાં આવે ત્યારે ઘણું કામ હોય છે પરંતુ શાહરૂખ ખાન અલગ છે! સમગ્ર દુબઈએ શાહરૂખ ખાનને બુર્જ ખલીફા પર તેની તસવીરો શેર કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ વખતે તેને બિલ્ડીંગ પર ટ્રેલર ચલાવીને ફિલ્મ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee News (@zeenews)

દુબઇના બુર્ઝ ખલીફા પર પઠાનનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. તે સમયે શાહરૂખ ખાન પણ હાજર હતો. સોશિયલ મીડિયા પર બુર્ઝ ખલીફાની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ પઠાણના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. યશરાજ ફિલ્મ્સે દુબઇમાં આયોજીત આ ઇવેન્ટને લગતી કેટલીક પોસ્ટ શેર કરી છે. હાલ બુર્જ ખલીફા પર પઠાણ ફિલ્મના ટ્રેલરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન બુર્જ ખલીફાની સામે ઉભો છે અને તેની સામેની સુંદર ઈમારત પર ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર ચાલી રહ્યું છે. શાહરૂખ બ્લેક લેધર જેકેટમાં ખૂબ જ હોટ લાગી રહ્યો છે અને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ચાહકોને ઘણી આશા હતી કે શાહરૂખનું આ 'ફિલ્મ' ખૂબ જ સારો દેખાવ કરશે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news