કંગનાને ટ્રોલ કરનારાઓને પરેશ રાવલે માર્યો કાપો તો પણ લોહી ન નીકળે એવો ટોણો

કંગનાના વાઇરલ વીડિયોના ટ્રોલ્સ વિરૂદ્ધ બોલ્યા અનુપમ ખેર અને પરેશ રાવલ

કંગનાને ટ્રોલ કરનારાઓને પરેશ રાવલે માર્યો કાપો તો પણ લોહી ન નીકળે એવો ટોણો

નવી દિલ્હી :  કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા લોકોને બહુ પસંદ પડી છે. બધાએ આ ફિલ્મમાં કંગનાની એક્ટિંગ સાથે ફાઇટ સિકવન્સના પણ વખાણ કર્યા છે. જોકે હાલમાં આ ફિલ્મમાં યુદ્ધના સીનના શૂટિંગનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કંગના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી જોવા મળે છે. સીન યુદ્ધનો છે. જોકે વીડિયોમાં કંગના જે ઘોડા પર બેઠી છે તે નકલી છે. નકલી ઘોડો મશીન પર છે અને કંગના બેસીને તલવાર ચલાવી રહી છે. ઘોડાના પગ અને પૂંછડી છે જ નહિ. આ વીડિયો વાઇરલ થયા પછી તેના વિરોધીઓ જબરદસ્ત મજાક ઉડાવી રહ્યા છે જ્યારે ચાહકો સપોર્ટ કરી રહ્યા છે. 

— Sailing Cloud (@twinitisha) 21 February 2019

આ વીડિયો વાઇરલ થયા પછી કંગનાની સિસ્ટર રંગોલી ચંદેલે તેની બહેનને ટ્રોલ કરનારાઓને બરાબર ઝાટકી નાખ્યા હતા. હવે બોલિવૂડના ટોચના સ્ટાર્સ પરેશ રાવલ અને અનુપમ ખેરે પણ ટ્વીટ કરીને કંગનાને ટેકો આપ્યો છે. પરેશ રાવલે કહ્યું છે કે આ મુર્ખાઓ માને છે કે હોલિવૂડની ફિલ્મોમાં સુપરમેન અને બેટમેન ખરેખર હવામાં ઉડે છે અને આ માટે કોઈ કેમેરા ટ્રીક કે CG effects જવાબદાર નથી...!

— Paresh Rawal (@SirPareshRawal) 25 February 2019

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદનો વિરોધ કરનારી કંગના તેની જાતને બોલિવૂડમાં આઉટસાઇડર માને છે. તેની ફરિયાદ છે કે તે બોલિવૂડમાં કોઈ ગ્રુપનો હિસ્સો ન હોવાના કારણે તેની ફિલ્મ મણિકર્ણિકા સફળ થઈ હોવા છતાં કોઈ સ્ટારે પ્રતિક્રિયા નથી આપી. કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે. જોકે અનુપમ ખેર અને પરેશ રાવલના ટેકા પછી કંગનાને ચોક્કસ રાહત મળી હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news