NRC અને રામ મંદિર નિર્માણ મુદ્દે તમારૂ વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ: અમિત શાહ

અમિત શાહે આ દરમિયાન હરિયાણામાં અગાઉની સરકાર હુડ્ડા અને ચોટાલા સરકારની સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી

NRC અને રામ મંદિર નિર્માણ મુદ્દે તમારૂ વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસ: અમિત શાહ

નવી દિલ્હી : હરિયાણાની 10 લોકસભા સીટોને 2019ની ચૂંટણીમાં ફતેહ કરવા માટે ભાજપે પોતે અધ્યક્ષ અમિત શાહે મોર્ચો સંભાળી લીધો છે. શાહે હિસારમાં સિરસા, રોહતક અને હિસાર લોકસભાના બુથ શક્તિ કેન્દ્ર કાર્યકર્તા સમ્મેલનને સંબોધિત કરતા તેમનામાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ દરમિયાન હરિયાણામાં પૂર્વમાં રહેલી હુડ્ડા અને ચોટાલા સરકાર સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી. 

શાહે કહ્યું કે, ચોટાલાની સરકારમાં માર, હુડ્ડામાં ભ્રષ્ટાચાર થતો હતો. બંન્નેના ડરથી જનતાને ભાજપે મુક્ત કરવાનું કામ કર્યું છે. હરિયાણામાં એક પરિવાર ઉદ્યોગોને જમીન આપતો હતો, બીજો છીનવી લેતો હતો. જો કે ભાજપના સુશાસન આપતા માત્ર વિકાસ કરાવવાનું કામ કર્યું છે. શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી. ભાજપ નેતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ એનઆરસી અને રામ મંદિર મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. ભાજપની નીતિઓમાં કોઇ જ પરિવર્તન નથી. 

અયોધ્યામાં તે જ સ્થળ પર ભવ્ય રામ મંદિર બનશે. શાહે કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોંગ્રેસમાં સાહસ છે કે તે રામ મંદિરના મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી શકે. કોંગ્રેસ માત્ર સત્તા માટે પોતાના હિત સાધનારી અને ગોટાળાઓ કરનારી પાર્ટી છે. દેશમાં જે મોદીની વિરુદ્ધ ગઠબંધન બની રહ્યું છે, તે ભારતને વિશ્વમાં નામ અને દેશને વિકાસ આપી શકે નહી. 

મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો અમે ઘુસણખોરોને દેશની બહાર કાઢીશું
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એનઆરસી મુદ્દે પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા સાથે મતબેંક માટે કોંગ્રેસે રમત કરી છે. અમે એનઆરસી યોજના બનાવી. કોંગ્રેસ સહિત તમામ પાર્ટી અમારો વિરોધ કરવા લાગી. કારણ કે ઘુસણખોરોને તેઓ મતબેંકની જેમ જુએ છે. શાહે પોતાના કાર્યકર્તાઓને સવાલ કરતા કહ્યું કે, ઘુસણખોરોને દેશની બહાર કાઢવા જોઇએ કે નહી ? 

રાહુલ બાબાને કંઇ જ ખબર નથી
શાહે રવિવારે શાહ પર વ્યંગ કરતા કહ્યું કે, રાહુલ બાબાને કંઇ જ ખબર નથી હોતી. પહેલા કહેતા હતા કે ખેડુતોનું દેવુ માફ કરો, દેવુ માફ કરો. તે જણાવો કે જ્યારે તમારી સરકાર હતી તો, કોંગ્રેસે કેટલું દેવુ માફ કર્યું હતું ? શાહે કહ્યું કે, કોંગ્રેસે 10 વર્ષમાં 52 હજાર કરોડ માફ કર્યા. જો કે વડાપ્રધાન મોદીએ જે કાલે યોજના ચાલુ કરી છે, તેના દ્વારા આપણે દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયા 12 કરોડને આપશે. 

શાહે રાહુલ પર વ્યંગ કરતા કહ્યું કે, તમને ખબર પણ છે કે, બટાકા જમીન નીચે ઉગે છે કે ઉપર ઉગે છે કે પછી ફેક્ટ્રીમાં ઉગે છે. તેમણે હરિયાણાની જનતાને આહ્વાન કર્યું કે, જો રાહુલ ગાંધી હિસાર આવે તો તેમને 4 રવી, 4 ખરીફ પાકનાં નામ પુછજો. જો તેઓ જોયા વગર જ જવાબ આપે તો ટેસ્ટમાં પાસ થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news